પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા- ડિજિટલ ડોક્ટરનો લાભ પણ મેળવી શકશે. સોમનાથ ટ્રસ્ટને આ હેતુસર એક અદ્યતન હેલ્થ પોડ-ડિજિટલ ડોક્ટર મશીન કેનેડા નિવાસી દાતા મુકુંદ પુરોહિત પરિવાર દ્વારા તાજેતરમાં ભેટ આપવામાં આવ્યું છે. આ ડિજિટલ ડૉક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી સહિત ર૦થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં દાતા મુકુંદભાઇ પુરોહિતે આ મશીન સોમનાથ ટ્રસ્ટને અર્પણ કરતો પત્ર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇને ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. મુખ્ય પ્રધાને પુરોહિત પરિવારના આ માનવ આરોગ્ય કલ્યાણલક્ષી અભિગમની સરાહના કરી હતી. આ મશીનથી બોડી માસ ઇન્ડેક્સ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મીનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે. આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડૉક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડૉક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે. આ મશીન દ્વારા પ્રાપ્ત થયેલ રિપોર્ટ દર્દીને તેના ઇમેઇલ પર, વોટ્સએપ પર પણ મળે છે. ઇમેઇલ પર દર્દીના દરેક રિપોર્ટની ડિટેઇલ્સ મોકલવામાં આવે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે. મશીન દ્વારા નીકળતા દરેક રિપોર્ટ ક્લિનીકલી માન્ય છે એટલું જ નહિ, આઉટપુટ તથા વિડિઓ કોન્ફરેન્સની સુવિધા ધરાવતું મશીન જે ૪ ઇંચના થર્મલ પ્રિન્ટર, પેમેન્ટ ગેટવે સાથે જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગીન, બારકોડ રીડર, સ્માર્ટકાર્ડ પેમેન્ટ અને બીજી અનેક પ્રકારની સુવિધાથી સજ્જ આ મશીન અંદાજે રૂપિયા ૧૦ લાખની કિંમત ધરાવે છે.

LEAVE A REPLY

17 + eleven =