Five people died after being crushed under the tires of a bus in Kalol
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર પાલઘર જિલ્લાના ચારોટી ખાતે મંગળવાર, 31 જાન્યુઆરીએ કાર અને લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા. મૂળ બારડોલીના બે NRIને મુંબઇ એરપોર્ટ ઉપર મુકવા જઇ રહેલી સ્કોડા કારને અકસ્માત થયો હતો.

મંગળવારે વહેલી સવારે આ પરિવાર મુંબઈથી સુરત તરફ આવી રહ્યો હતો ત્યારે તેમની કાર એક લકઝરી બસ સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. જેમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
પોલીસની પ્રારંભિક તપાસમાં મુજબ કારમાં ચાર લોકો સવાર હતા. પાલગરના દહાણુ નજીક નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. ગયા વર્ષે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું જે જગ્યાએ અકસ્માતમાં મોત થયું હતું તે સ્થળ પણ અહીંથી થોડે જ દૂર આવેલું છે. પોલીસને હજુ સુધી મૃતકોની ચોક્કસ વિગતો નથી મળી.

જોકે સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ લંડન વસતો એનઆરઆઈ પરિવાર તાજેતરમાં પોતાના વતન બારડોલીમા આવ્યો હતો. આ પરિવાર લંડન પરત જવા નીકળ્યો હતો. NRI ઇબ્રાહિમ દાઉદ અને આશિયા કલેક્ટર બારડોલીમાં પરિવારને મળીને લંડન પરત જઈ રહ્યા હતા. તેમને તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ અને મહંમદ સલામ હાફેજી સ્કોડા કારમાં બાય રોડ મુંબઈ એરપોર્ટ મુકવા જઈ રહ્યા હતા.

LEAVE A REPLY

four × 2 =