On the charge of indecent act, Dr. Order to remove Bhikhubhai Patel from medical register
પ્રતિક તસવીર

ઓલ્ડહામમાં જાતીય દુર્વ્યવહારનો ભોગ બનેલા બાળકોને સાચવી શકાયા નહોતા અને તેમને બચાવવામાં પોલીસ અને કાઉન્સિલ નિષ્ફળ ગયા હતા એમ જણાવતા ઐતિહાસિક બાળ જાતીય શોષણ અંગેના ઇન્ડિપેન્ડન્ટ એસ્યોરંશ રિવ્યુને સોમવાર તા. 20 જૂનના રોજ પ્રકાશિત કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે કેટલાક કેસોના સંચાલનમાં ગંભીર નિષ્ફળતાઓ હતી, ખાસ કરીને પીડિતા, ‘સોફી’ના કેસમાં. રીવ્યુ ટીમે શોધી કાઢ્યું હતું કે અમુક બાળકોને બચાવવામાં એજન્સીઓ નિષ્ફળ ગઇ હતી. બાળ સુરક્ષા પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું.

જો કે, સમીક્ષા ટીમને કોઈ પુરાવા મળ્યા નથી. આ સમીક્ષા નવેમ્બર 2019માં ઓલ્ડહામ કાઉન્સિલ દ્વારા કરાઇ હતી. જેમાં જાણવા મળ્યું છે કે ઓલ્ડહામ કાઉન્સિલે બાળ જાતીય શોષણના જોખમને જાહેર કરવા માટે શક્ય તેટલું બધું કર્યું હતું અને CSE ના જોખમને સંબોધવા માટે શ્રેષ્ઠ પ્રથા વિકસાવવાનો સતત પ્રયાસ કર્યો હતો.

શહેરમાં વ્યાપેલ ગ્રુમિંગ ગેંગની માહિતી જાણકારી હોવા છતાં છુપાવાઇ રહી હોવાના આક્ષેપો સોશિયલ મીડિયા પર ફરતા થયા પછી સ્વતંત્ર તપાસની રચના કરવામાં આવી હતી. તપાસમાં જણાયું હતું કે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ (GMP) અને કાઉન્સિલની પ્રણાલીઓમાં માળખાકીય ખામીઓ હતી જેને કારણે બાળકોની સુરક્ષા થઇ શકી ન હતી. જો કે તેને કવર-અપ કરાઇ હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. તો બીજી તરફ સરકારી સંસ્થાઓ તરફથી કોઇ પ્રક્રિયાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું. આ કમિટી દ્વારા ઓલ્ડહામમાં કાઉન્સિલ હોમ, શીશા બાર અને ટેક્સી ડ્રાઈવરો દ્વારા બાળકોના કથિત ગૃમીંગની તપાસ કરાઇ હતી.

આ સમીક્ષામાં જાણવા મળ્યું છે કે પોલીસની “કાયદેસરની ચિંતાઓ” અને “દેશભરમાં મુખ્યત્વે પાકિસ્તાની અપરાધીઓ” દ્વારા થતા ગૃમીંગના મુદ્દાને ઉઠાવીને શહેરના સત્તાવાળાઓ તેનો સામનો કરવામાં શરમાયા ન હતા.

“સોફી” તરીકે ઓળખાતી એક બાળાનું રક્ષણ કરવા માટેની “નોંધપાત્ર તકો” ચૂકી ગયા પછી માત્ર 12 વર્ષની વયે તેનો દુરુપયોગ કરાયો હતો. તેણી ઓક્ટોબર 2006માં જાતીય શોષણની જાણ કરવા ઓલ્ડહામ પોલીસ સ્ટેશન ગઈ હતી ત્યારે તેને “નશામાં ન હોય” ત્યારે પાછા આવવાનું કહેવાયું હતું. તેને પોલીસ સ્ટેશનથી જે કારમાં લઈ જવાઇ હતી તેમાં જ બળાત્કાર કરાયો હતો. પછી એક ઘરે લઈ જઇ પાંચ અલગ-અલગ પુરુષો દ્વારા ઘણી વખત બળાત્કાર ગુજારાયો હતો.

રિપોર્ટમાં જમાવાયું હતું કે રોશડેલમાં કુખ્યાત ગ્રુમિંગ ગેંગના રિંગ-લીડર શબીર અહેમદને ઓલ્ડહામ કાઉન્સિલ દ્વારા વેલ્ફેર રાઇટ ઓફિસર તરીકે નિયુક્ત કરાયો હતો અને ઓલ્ડહામ પાકિસ્તાની કોમ્યુનિટી સેન્ટરમાં તેને સમર્થન આપવામાં આવ્યું હતું. તેની ઘણી ચિંતાઓ અને બાળકો પરના જાતીય હુમલા માટે ધરપકડ કરાઇ હોવા છતાં, પોલીસ તેના એમ્પ્લોયરને જણાવવામાં નિષ્ફળ રહી હતી. જો આ અંગે વહેલાસર કાર્યવાહી કરાઇ હોત તો સંભવિતપણે અન્ય બાળકોના દુ:ખદ દુરુપયોગને ટાળી શકાયો હોત. અહેવાલમાં માત્ર “ગુનેગાર A” તરીકે ઓળખાયેલ અહેમદ હવે 22 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.

અહેવાલમાં જણાવાયું હતું કે બાળ લૈંગિક ગુનાઓ માટે ધરપકડ કરાયેલા કથિત અપરાધીઓને એશિયન તરીકે ઓળખવામાં આવ્યા હતા, ખરેખર તો તેઓ સામાન્ય રીતે પાકિસ્તાની અથવા બાંગ્લાદેશી મૂળના બ્રિટિશ પુરુષો સાથે સંબંધિત હોવાની શક્યતા હતી.

ઓલ્ડહામ કાઉન્સિલે સ્વીકાર્યું કે બાળકોને “ભયંકર દુર્વ્યવહાર”થી બાળકોને બચાવવા માટે તેની સિસ્ટમ પૂરતી સારી ન હતી. પોલીસ અને સોશ્યલ કેર દ્વારા કરાયેલા કેસની કામગીરીની ગુણવત્તા “સામાન્ય રીતે ખૂબ જ નબળી” હતી.

ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે જણાવ્યું હતું કે અહેવાલમાં “ઘણી બધી ભૂલો ઓળખવામાં આવી છે જેને યોગ્ય કરવાની જરૂર છે. ત્યાં ગંભીર નિષ્ફળતાઓ હતી અને પીડિતોને નિરાશ કરવામાં આવ્યા હતા. હું આ ઘૃણાસ્પદ ગુનાઓ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા અપીલ કરૂ છું.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ સ્ટીફન વોટસને કહ્યું હતું કે “હું અહેવાલમાં ધ્યાનમાં લેવામાં આવેલી ઘટનાઓથી પ્રભાવિત દરેક માટે મારી નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું. તેમની સાથે જે બન્યું તેના કારણે તેમને જે નુકસાન થયું તે માટે હું દિલગીર છું.”

ઓલ્ડહામ કાઉન્સિલ લીડર અમાન્ડા ચેડરટને કહ્યું હતું કે “હું ખૂબ દિલગીર છું કે તે સમયે અમારી સેવાઓ અત્યંત ભયાનક દુર્વ્યવહારનો ભોગ બનેલા નબળા બાળકોને બચાવવા માટે પૂરતી સારી ન હતી”.