પ્રતિક તસવીર (Photo by Jeff J MitchellGetty Images)

સોમવારે સ્કોટલેન્ડમાં નવા કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટના છ કેસની ઓળખ કરવામાં આવી છે, જ્યારે અગાઉ ઈંગ્લેન્ડમાં મળી આવેલા ત્રણ કેસોને પગલે યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા કુલ નવ પર પહોંચી ગઈ છે.

સ્કોટિશ સરકારે જણાવ્યું હતું કે લેનાર્કશાયરમાં ચાર અને ગ્રેટર ગ્લાસગો અને ક્લાઈડ વિસ્તારમાં બે કેસ મળી આવ્યા છે. ઇંગ્લેન્ડના અગાઉ શોધાયેલ ત્રણેય કેસ દક્ષિણ આફ્રિકા સાથે મુસાફરીની લિંક ધરાવતા હતા પણ સ્કોટલેન્ડમાં ઓળખાયેલા કેટલાક લોકોનો કોઈ પ્રવાસ ઇતિહાસ નથી. બની શકે છે કે તેમણે સમુદાયમાં સંભવિત રીતે અત્યંત સંક્રમિત થઈને ચેપ મેળવ્યો હશે.

સ્કોટલેન્ડના હેલ્થ સેક્રેટરી હુમઝા યુસુફે જણાવ્યું હતું કે, “આ છ લોકો માટે આ ચિંતાજનક સમય હશે. જો કે બધાને નિષ્ણાતની મદદ અને સમર્થન પ્રાપ્ત થશે અને પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડ તમામ કિસ્સાઓમાં જોરદાર સંપર્ક ટ્રેસિંગ હાથ ધરી વાયરસના મૂળને સ્થાપિત કરવામાં મદદ કરશે.”