ગુજરાતભા વિધાનસભાની ચૂંટણીમાં આશરે 200 મુસ્લિમ ઉમેદવારો ઉભા હતા, પરંતુ તેમાંથી માત્ર ઉમેદવારની એકની જીત થઈ છે. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 73 બેઠકો પરથી કુલ 230 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી માત્ર 1 ઉમેદવાર જીત મેળવવામાં સફળ થયા છે. 

રાજ્યમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યામાં 1980થી સતત ઘટાડો થઈ રહ્યો છે. 1980માં કોંગ્રેસે ખામ (KHAM – ક્ષત્રીય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) ફોર્મ્યુલાના આધારે 12 મુસ્લિમ ઉમેદવારોને વિધાનસભામાં મોકલવામાં સફળતા હાંસલ કરી હતી. ગઇ ચૂંટણીમાં મોહમ્મદ જાવેદ પિરઝાદા, ગયાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. આ વખતે પાર્ટીએ 6 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી માત્ર ઈમરાન ખેડાવાલા જ જીતવામાં સફળ થયા છે.  

આ સિવાય કોંગ્રેસના જે બે ધારાસબ્યો હતા તેમાં ગ્યાસુદ્દીન શેખ દરિયાપુરથી હારી ગયા હતા, જ્યાં 46% મુસ્લિમ વોટશેર છે, અહીંથી કૌશિક જૈનનો વિજય થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદાએ પણ પોતાની મોરબીની વાંકાનેરની બેઠક ગુમાવી પડી હતી. પિરઝાદાનો પરિવાર આ બેઠક પર બે પેઢીથી જીતી રહ્યો હતો. 

આમ આદમી પાર્ટીએ ત્રણ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા જેઓ પણ હારી ગયા હતા, આ સિવાય BSPએ પણ ઘણાં મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેઓ જીતવામાં સફળ થયા નથી. 

LEAVE A REPLY

fourteen − six =