Gautam Adani earned more than the total value of Pakistan's stock market
. (ANI Photo)

ભારતના વિરોધ પક્ષોએ એકજૂથ થઈને બિલિયોનેર ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપના કથિત ગોટાળાની તપાસ સંસદીય સમિતિ અથવા સુપ્રીમ કોર્ટ નિયુક્ત સમિતિ દ્વારા કરવાની જોરદાર માગણી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક સ્થિત હાઇન્ડબર્ગ રીસર્ચે તેના અહેવાલમાં અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેનાથી અદાણી ગ્રૂપના શેરોમાં પાંચ દિવસમાં 40 ટકા સુધીનો અસાધારણ ઘટાડો થયો હતો.

વિરોધ પક્ષોએ અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડાને કારણે ભારતીય રોકાણકારો સામેના જોખમની ચર્ચા કરવા સંસદની નિયમિત કાર્યવાહીને સ્થગિત કરવાની પણ માગણી કરી હતી.

હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપો પછીથી ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્યના બજારમૂલ્યમાં $100 બિલિયનથી વધુનું ધોવાણ થયું છે. અદાણી ગ્રૂપના રોકાણકારોમાં એલઆઇસી અને સ્ટેટ બેન્ક જેવી સરકારી કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારનો સામનો કરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે સવારે કેટલાક વિપક્ષી નેતાઓ સંસદ સંકુલમાં મળ્યા હતા અને અદાણી જૂથના મુદ્દા પર ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં મળેલી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી, ડીએમકે, જનતા દળ-યુનાઈટેડ અને ડાબેરીઓ સહિત 13 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
અદાણીના સ્ટોક ક્રેશ અંગે સંસદમાં ચર્ચા કરવા માટે નવ પક્ષોએ નોટિસ દાખલ કરી છે. રાજ્યસભામાં, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે, AAP નેતા સંજય સિંહ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન KCRની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના સાંસદ કે કેશવા રાવએ રાજ્યસભામાં સભામોકૂફીની દરખાસ્ત કરાઈ હતી.

ખડગેએ તેમની દરખાસ્તમાં જણાવ્યું હતું કે, “એલઆઈસી (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા), જાહેર ક્ષેત્રની બેંકો અને નાણા સંસ્થાઓ દ્વારા રોકાણના મુદ્દા પર ચર્ચા કરવા માટે સંસદમાં શુન્યકાળ અને પ્રશ્નકાળ અને દિવસના અન્ય કામકાજ સ્થગિત કરવામાં આવે. અદાણી ગ્રૂપના શેરોમાં ધોવાણથી કરોડો ભારતીયોની મહેનતની કમાણી સામે જોખમ ઊભું થયું છે.”

સામાન્ય સંસદના કામકાજને સ્થગિત કરવા માટે સમાન નિયમ હેઠળ નોટિસ આપતા, BRSએ જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ રિપોર્ટ “ભારતીય લોકો અને અર્થવ્યવસ્થા સામેના જોખમોને ઉજાગર કરે છે અને તાત્કાલિક ચર્ચાને પાત્ર છે.
અદાણીના ફાઇનાન્સ વડાએ હિંડનબર્ગ અહેવાલને પાયાવિહોણો અને બદનામ કરવાનું કાવતરુ ગણાવ્યું છે. અદાણી ગ્રૂપે હિન્ડનબર્ગના રીપોર્ટને ભારતની વૃદ્ધિગાથા અને ભારતની મહત્ત્વકાંક્ષા સામેનો હુમલો ગણાવ્યો હતો.

LEAVE A REPLY

15 + seventeen =