પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના કારણે થિયેટરો બંધ રહેતા મોટા નિર્માતાઓ તેમ જ કલાકારો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા છે. હૃતિક રોશન, અક્ષય કુમાર, શાહિદ કપૂર અને કપિલ શર્મા તેમજ સોનાક્ષી સિંહા જેવા અગ્રણી કલાકારો પણ હવે ઓટીટી પ્લેટફોર્મ તરફ વળી રહ્યા છે. હૃતિક રોશન બ્રિટિશ સીરીઝ ધ નોટિ મેનેજરની હિંદી રિમેકમાં જોવા મળવાનો છે. જેનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટસના અનુસાર હૃતિકે આ માટે રૂપિયા ૭૦-૮૦ કરોડ ચાર્જ કર્યા છે.
શાહિદ કપૂરે નેટફિલ્કસ સાથે રૂપિયા ૧૦૦ કરોડની ડીલ કરી છે. દિગ્દર્શક રાજ અન ેડીકે વેબ સીરીઝ બનાવાના છે જેમાં શાહિદ કામ કરવાનો છે.

અક્ષય કુમાર ધ એન્ડથી ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. જેનું શૂટિંગ તે જલદી જ શરૂ કરશે. સૂત્રોની માનીએ તો અક્ષય ડિજિટલ ડેબ્યુ માટે ૯૦ રૂપિયા કરોડ મહેનતાણું લઇ રહ્યો છે. કપિલ શર્મા દાદી કી શાદી કોમેડી સીરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ માટે તેને રૂપિયા ૨૦ કરોડ ચાર્જ કર્યા હોવાના સમાચાર છે. આ કલાકારો ઉપરાંત અભિષેક બચ્ચન, બોબી દેઓલ, સૈફ અલી ખાન, સુષ્મિતા સેન, મનોજ બાજપાયી, કરિશ્મા કપૂર તેમજ અન્ય કલાકારો ઓટીટી પર ડેબ્યુ કરી ચુક્યા છે.