(Photo by STR/AFP via Getty Images)

ભારતની ટોચની બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ અને પુરૂષોના સિંગલ્સના ઉગતા ખેલાડી લક્ષ્ય સેનનો ઈન્ડોનેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં જ પરાજય થતાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.

ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ ચોથા ક્રમાંકિત ખેલાડી તરીકે ઉતરી હતી. જોકે ક્વાર્ટર ફાઈનલમાં તેનો પાંચમી ક્રમાંકિત, થાઈલેન્ડની ઈન્થાનોન સામે સીધી ગેમ્સમાં ૧૨-૨૧, ૧૦-૨૧થી પરાજય થયો હતો. આ મેચમાં સિંધુ સાવ આઉટ ઓફ ફોર્મ જણાતી હતી.પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્યનો તાઈપેઈના ટિઈન ચેન સામે પરાજય થયો હતો.