Government of Pakistan withheld approval of all bills including salary
(ANI Photo)

પાકિસ્તાનનું આર્થિક સંકટ ઘેરું બની રહ્યું હોવાના સંકેત મળે છે. સરકારે વેતન સહિતના તમામ બિલોને મંજૂરી અટકાવી દેવાની એકાઉન્ટ જનરલને આદેશ આપ્યો છે. નાણા અને મહેસૂલ મંત્રાલયે પાકિસ્તાની મહેસૂલના એકાઉન્ટન્ટ જનરલ (AGPR)ને વધુ સૂચના ન મળે સુધી સંઘીય મંત્રાલયો/વિભાગો અને સંલગ્ન વિભાગોના તમામ બિલની ક્લિયરિંગ અટકાવવા સૂચના આપી છે, એમ ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના રીપોર્ટમાં જણાવાયું હતું.

રીપોર્ટમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે દેશ સામેની આર્થિક મુશ્કેલીઓને કારણે સંચાલકીય ખર્ચ સંબંધિત નાણા છૂટા કરવામાં મુશ્કેલી પડી રહી છે.

તમામ બિલોને મંજૂરી અટકાવવામાં આવી હોવાના પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાન ઇશાક ડારે જણાવ્યું હતું કે તે અસત્ય હોઈ શકે છે, પરંતુ તેઓ આ અંગેની પુષ્ટી કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ તેમના બાકી બિલોની મંજૂરી માટે AGPR ઓફિસમાં ગયા હતા, પરંતુ તેમને જાણ કરવામાં આવી હતી કે નાણાં મંત્રાલયે તેમને પ્રવર્તમાન મુશ્કેલ નાણાકીય સ્થિતિને કારણે પગાર સહિત તમામ બિલ ક્લિયર કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. તાત્કાલીક ધોરણે બીલની મંજુરી કેમ અટકાવી દેવામાં આવી તેના ચોક્કસ કારણો જાણી શકાયા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ સંબંધિત સંસ્થાઓના પગાર અને પેન્શનને આવતા મહિના માટે પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે.

નાણાપ્રધાન ડારે 22 ફેબ્રુઆરીએ રોથચાઈલ્ડ એન્ડ કંપનીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત વખતે કહ્યું હતું કે સરકાર અર્થવ્યવસ્થાને સ્થિરતા અને વૃદ્ધિ તરફ લઈ જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર IMF પ્રોગ્રામને પૂર્ણ કરવા અને તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે”.

આઈએમએફ પાસેથી નાણા મેળવવા માટે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ અગાઉ મિની બજેટને સર્વાનુમતે મંજૂરી આપી હતી અને દેશની પ્રજા પર આકરા ટેક્સ લાદ્યા હતા. આઇએમએ નાણાકીય સહાય આપવા માટે સંખ્યાબંધ શરતો લાદેલી છે. મિની બજેટમાં કાર અને ઘરગથ્થુ ઉપકરણોથી લઈને ચોકલેટ અને કોસ્મેટિક્સ સુધીની આયાત પર વેચાણ વેરો 17 થી વધારીને 25 ટકા કરાયો હતો. સામાન્ય વેચાણ વેરો 17 થી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનની વિદેશી હૂંડિયામણની અનામતો થોડા સપ્તાહ પહેલા ઘટીને 2.9 અબજ ડોલરના અત્યંત નીચા સ્તરે ગબડી હતી, જે હવે વધીને 4 અબજ ડોલર નજીક પહોંચી છે. પાકિસ્તાન હાલમાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ) પાસેથી 1.1 અબજ ડોલરની ભંડોળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે.

LEAVE A REPLY

twelve − four =