ગરવી ગુજરાત અને એશિયન મીડીયા ગૃપના એક્ઝીક્યુટીવ એડિટર અને પાર્વતીબેનના સૌથી નાના પુત્ર શ્રી શૈલેષભાઇ સોલંકીએ અંતિમ વિધિ વખતે શોકંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’ઘણી સામાન્ય ઋચિઓ વચ્ચે મારા માતાપિતા સાહિત્ય પ્રત્યે ઊંડો પ્રેમ ધરાવતા હતા. તેમને 15મી સદીના ભારતીય કવિ કબીરજીની એક કવિતા ‘એસી કરની કર ચલો…’ પ્રિય હતી. જેનો  ભાવાર્થ હતો કે ‘’જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે રડતા હતા અને વિશ્વ હસતું હતું. તમારું જીવન એવું જીવો કે તમે મૃત્યુ પામો ત્યારે દુનિયા રડે અને તમે આનંદ કરો. આ સરળ પણ શક્તિશાળી શબ્દોના સુંદર સારાંશ જેવુ જીવન મારી માતા જીવ્યાં હતાં.

તેમણે અનંત પ્રેમ, હૂંફ અને દયાથી ઘણાના જીવનને સ્પર્શ કર્યો હતો. તેઓ  અમારા જીવનનું કેન્દ્ર હતા. તેઓ અમારા માટે સર્વસ્વ હતા, તો માર્ગદર્શક પ્રકાશ હતા. અમારા પરિવાર, વિશાળ AMG પરિવારની પ્રેરણા હતા.

મારી મમ્મી નમ્ર અને શાંત સ્ત્રી હતાં. તેઓ નિશ્ચયી, ઉદાર અને દયાળુ હતા. તેઓ મારા પિતાના સાચા અર્થમાં અર્ધાંગીની હતા. તેમણે ગરવી ગુજરાતનું, બ્રિટનના સૌથી મોટા એશિયન ટાઇટલમાંના એક એશિયન મીડિયા ગ્રુપનું લોન્ચિંગ જોયું હતું. જેને મારો ભાઈ કલ્પેશ અને હું હવે સંભાળીએ છીએ. મારા માતા-પિતા સાચા અર્થમાં અગ્રણી હતા.

એક સમયે યુ.કે.માં બહુ ઓછા ભારતીયો હતા, કોઈ મૂડી, ટેકનોલોજી, ગુજરાતી ભાષાનું અખબાર પ્રકાશિત કરવાની શક્યતા નહોતી ત્યારે તેમણે ગરવી ગુજરાતની શરૂઆત કરી હતી.

તેમની એક પ્રેરણાદાયી વાર્તા છે, મતભેદો સામે વિજય મેળવવાની. તેની પેઢીની ઘણી સ્ત્રીઓની જેમ મારી મમ્મીએ પૃષ્ઠભૂમિમાં રહેવાનું પસંદ કર્યું હતું, જ્યારે મારા પિતા અખબારનો ચહેરો હતા. ત્યારે મારા પિતાની અપેક્ષાએ પેપરની સફળતા નિઃશંકપણે નીચે હતી. પણ મારી માતાએ પેપરને લાંબા ગાળાની સધ્ધરતા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મારા પિતાના વિશ્વાસુ હતા, સમજદાર સલાહકાર હતા, તેમની પાસે રેઝર-શાર્પ બિઝનેસ માટે દિમાગ હતું, પબ્લિશીંગ બિઝનેસના દરેક પાસાંની આંતરિક સમજ હતી. તેઓ પડદા પાછળનું બળ હતા. તેઓ પેપરની ડેડલાઇન, ડિઝાઇન, સર્ક્યુલેશન અને એડમિન કાર્યોને જાણતા. તેમની પાસે અખબારની ભૂમિકા વિશેની જાણે કે જન્મજાત સમજ હતી. એશિયન સમુદાયો માટેના શક્તિશાળી અવાજ તરીકે ગરવી ગુજરાતને ઉભુ કર્યું હતું. તેમણે સંસ્કૃતિ, સાહિત્ય, ધર્મથી લઇને સખાવતી ઝુંબેશ જેવા ઘણા શુભ હેતુઓ માટે પેપરને ચેમ્પિયન કર્યું હતું.

શરૂઆતના 1960 અને 70ના દાયકાના દિવસો મારા માતાપિતા માટે મુશ્કેલ સમય હતો. કઠોર શિયાળો, ભારતીય ખોરાકની અનુપલબ્ધતા, આર્થિક ચિંતાઓ, જાતિવાદ જેવા અનેક અવરોધોનો સામનો કર્યો હતો. પરંતુ હિંમતવાન બની તેમણે પોતાના કામ અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તેમનું કહેવું હતું કે, અમે જાયન્ટ્સના ખભા પર, ખરા અર્થમાં હિમાલયના ખભા પર ઊભા છીએ. આજે અમે જે છીએ તે બધું  નૈતિકતા અને મૂલ્યોના કારણે છે અને તે તેમને આભારી છે.

મારી માતા અમારી શક્તિ હતી, અમારી ગુરૂ અને માર્ગદર્શક હતી. તેની હાજરીથી અમે બધાએ જબરદસ્ત શક્તિ મેળવી હતી.

તેમના શાણપણના કારણે અમને બીજા પરિપ્રેક્ષ્યને જોવામાં મદદ કરી હતી, તેના સુખદ શબ્દો શંકા દૂર કરતા હતા, તેમનું સ્મિત આંતરિક અશાંતિને દૂર કરતું. અમે તેની સાથે સારી કે ખરાબ, હૃદયની બાબતો અથવા કામના તણાવ જેવા કોઈપણ મુદ્દા વિશે વાત કરી શકતા.

અમે ઘણા વર્ષો તેમની સાથે વિતાવ્યા છે પણ ક્યારેય તેઓ નિર્બળ નથી લાગ્યા,

હંમેશા લોકોમાં સારૂ જોતા. તેમણે અસંખ્ય બાળકોના શિક્ષણ માટે, હેતુઓ માટે દાન આપ્યું છે અને નિયમિતપણે આપતાં. મદદ માંગનાર કોઈ પણ હંમેશા ખુશ થઈને જ જતા. ચાહે તે લગ્ન માટે હોય કે ઘર ખરીદવા કે પછી સારવાર માટે હોય. તેમણે વિપુલ પ્રમાણમાં પ્રેમ અને દયા ફેલાવી હતી.

તેમનો પ્રેમ દિવ્ય અને નિઃસ્વાર્થ હતો. કહેવાય છે ને કે લોકો આપણા જીવનમાં આવે અને જાય છે, પણ માત્ર ખાસ લોકો જ આપણા હૃદયમાં છાપ છોડી જાય છે. મારી માતા બેશક એક અવિશ્વસનીય છાપ છોડી ગયા છે. હજારો હૃદયને તેમના પ્રેમ, દયા અને અમર્યાદ ઉદારતા સાથે સ્પર્શ કર્યો છે. તેમનો સતત ચમકતો તેજસ્વી પ્રકાશ એક નવા દૈવી સ્વરૂપમાં આપણા જીવનને પ્રકાશિત કરશે.

LEAVE A REPLY