ગરવી ગુજરાત અને એશિયન મિડીયા ગૃપના સંસ્થાપક અને સોલંકી પરિવારના મોભી શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીના આત્માની શાંતિ અર્થે એક પ્રાર્થના સભાનું આયોજન ગુરૂવાર તા. 15 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે  શ્રી સ્વામિનારાયણ મંદિર – ધર્મ ભક્તિ મનોર, સ્ટેનમોર, લંડન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેન્ટ નોર્થના એમપી બેરી ગાર્ડિનર, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ રેમી રેન્જર, લોર્ડ જીતેશ ગઢીયા સહિત સોલંકી પરિવારના ગ્રાન્ડ ચિલ્ડ્રન દ્વારા અંજલિ આપવામાં આવી હતી.

આ પ્રંસગે વિવિધ સામાજીક, રાજકીય અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ સહિત 800 કરતા વધુ અગ્રણીઓ, સ્વજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રાર્થના સભામાં કલ્પેશભાઇ અને રશ્મિતાબેન સોલંકીના પુત્ર આદિત્ય સોલંકી, જયમીન સોલંકી, એમપી બેરી ગાર્ડીનર, લોર્ડ જીતેશ ગઢીયા, પાર્વતીબેન કારીયાના જમાઇ શ્રી રવિભાઇ કારિયા, તેમની દિકરીઓ વ્યોમા અને જ્હાન્વી તથા શ્રી શૈલેષભાઇ સોલંકી અને શીલાબેન સોલંકીના સંતાનો શ્યામલ, પૌલોમી અને ક્રિષ્ના સોલંકીએ શ્રધ્ધાજલિ અર્પણ કરી પૂ. પાર્વતીબેન સાથેની યાદોને તાજી કરી હતી.

હેરો સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક શ્રી રાજ રાજેશ્વર ગુરુજી દ્વારા ભજનો રજૂ કરાયા હતા. પ્રાર્થના સભાનું સંચાલન શ્રી વિનોદભાઈ કોટેચા દ્વારા કરાયું હતું.

LEAVE A REPLY

ten + five =