• અમિત રોય દ્વારા

અર્થશાસ્ત્રી પાર્થ દાસગુપ્તાને દેશના સર્વોચ્ચ સન્માનોમાંનું એક – નાઈટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર “અર્થશાસ્ત્ર અને કુદરતી પર્યાવરણની સેવાઓ માટે” એનાયત કરવામાં આવ્યો છે. કહેવાય છે કે દેશમાં લગભગ 120 લોકોને જ આ સન્માન આપવામાં આવ્યું છે.

80 વર્ષના દાસગુપ્તા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફ્રેન્ક રામસે પ્રોફેસર ઓફ એમિરટ્સ ઇકોનોમિક્સ છે અને યુનિવર્સિટીમાં સેન્ટ જોન્સ કોલેજના ફેલો છે. તેઓ એક પર્યાવરણવાદી છે અને 2002થી નાઈટહૂડ ધરાવે છે. દાસગુપ્તાનો જન્મ 17 નવેમ્બર, 1942ના રોજ ઢાકામાં એક ભારતીય શૈક્ષણિક પરિવારમાં થયો હતો. તેઓ 1965માં ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાંથી સ્નાતક થયા હતા, ત્યાં 1968માં પીએચડી પૂર્ણ કર્યું હતું અને 1985માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે યુનિવર્સિટીમાં પાછા ફર્યા હતા. લંડનમાં LSE અને કેલિફોર્નિયામાં સ્ટેનફર્ડ ખાતે સેવાઓ આપી હતી.

દાસગુપ્તાની સમીક્ષાને 2019માં ફિલિપ (હવે લોર્ડ) હેમન્ડ ચાન્સેલર હતા ત્યારે ટ્રેઝરી દ્વારા કાર્યરત કરાઇ હતી, જેને વિશ્વભરની સરકારો દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. તેઓ દલીલ કરે છે કે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) હવે દેશ કેટલું સારું કરી રહ્યું છે તેનું પર્યાપ્ત માપ નથી.

દાસગુપ્તાએ ઈસ્ટર્ન આઈને જણાવ્યું હતું કે તેઓ સરકારોને સમજાવીને આર્થિક આયોજનનું “વ્યાકરણ” બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓને દેશના કુદરતી સંસાધનોનું શું થઈ રહ્યું છે તે ધ્યાનમાં લેવાની જરૂર છે.

LEAVE A REPLY

four × one =