(ANI Photo)

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ઈંગ્લેન્ડ સામેની આગામી એશિઝ સીરીઝમાં કાંગારૂ ટીમનો સુકાની નિમાયો છે. સ્ટીવ સ્મિથ ઉપસુકાની રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગયા સપ્તાહે આ જાહેરાત કરી હતી. ટીમ પેઈનના રાજીનામા પછી કમિન્સને કેપ્ટન બનાવાયો છે. આ અગાઉ રીચી બેનોએ છેલ્લે એક બોલર તરીકે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન તરીકેની ફરજ અદા કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામાન્ય રીતે બેટર્સને જ સુકાનીપદ સોંપાય છે.

વિશ્વની મોટા ભાગની ક્રિકેટ ટીમ્સમાં પણ મોટા ભાગે બેટ્સમેનની સુકાની તરીકે પસંદગી કરાય છે, પણ તેમાંથી અપવાદરૂપે ભારતીય ટીમના સુકાની તરીકે અનિલ કુંબલે, કપિલ દેવ અને બિશનસિંઘ બેદી, પાકિસ્તાનની ટીમના સુકાનીપદે ઈમરાન ખાન અને વાસિમ અક્રમ તથા ઈંગ્લેન્ડની ટીમના સુકાની તરીકે ઈયાન બોથમ અને બોબ વિલિસ જાણીતા નામો છે.