Massive increase in petrol-diesel prices by 35 rupees per liter in Pakistan

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે સતત ચોથા દિવસે વધારો ઝીંકવામાં આવ્યો હતો. બંને ઇંધણના ભાવમાં 35 પૈસાના વધારા સાથે મે 2020ના પ્રારંભથી દેશમાં પેટ્રોલના ભાવમાં લીટરદીઠ રૂ.36 અને ડીઝલના ભાવમાં રૂ.26.58નો કમરતોડ વધારો થયો છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશન મુજબ દિલ્હીમાં પેટ્રોલના ભાવ વધી લીટર દીઠ રૂ.107.24 અને ડીઝલના ભાવ રૂ.95.97ના રેકોર્ડે પહોંચ્યા હતા.

ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે ઇંધણના ભાવમાં નિરંકુશ વધારાને કારણે દેશમાં બંને પેટ્રો પેદાશોના ભાવો અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ.100થી ઊંચા છે, જ્યારે ડીઝલે આશરે એક ડઝન કરતાં વધુ શહેરોમાં 100નો આંક વટાવી દીધો છે.

પેટ્રોલના ભાવમાં 5 મે 2020 પછીથી અત્યાર સુધી લીટર દીઠ કુલ રૂ.35.98નો ધરખમ વધારો થયો છે, જ્યારે આ સમયગાળામાં ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂ.26.58નો અસાધારણ ઉછાળો આવ્યો છે. 5મે 2020ના રોજ સરકારે આ બંને પેટ્રો પેદાશોની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો.

મે 2020માં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ બેરલ દીઠ 19 ડોલરના તળિયે હતા, તેનો લાભ ગ્રાહકોને મળવો જોઇતો હતો, પરંતુ સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ધરખમ વધારો કરીને ગ્રાહકોનો આ લાભ છીનવી લીધો હતો. હાલમાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ બેરલ દીઠ 85 ડોલરની નજીક છે. હાલમાં પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટી લીટર દીઠ રૂ.32.9 છે, જ્યારે ડીઝલ માટે રૂ.31.8 છે.

પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવથી પ્રજાની કમર તૂટી ગઈ છે ત્યારે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ શુક્રવારે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાને પગ પર કુહાળો મારવા સાથે સરખાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી ડ્યૂટીથી થયેલી આવક મારફત સરકાર મહારીમાં વેક્સિન, અનાજ અને રાંધણ ગેસ પૂરા પાડવાની સરકારી સ્કીમો ચલાવે છે.