(Photo by FERDINANDH CABRERA/AFP via Getty Images)

ફિલિપાઇન્સમાં વાવાઝોડું અને મુશળધાર વરસાદને પગલે ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને આશરે 60 લોકો લાપતા બન્યા હતા. ફિલિપાઈન્સના દક્ષિણ પ્રાંતમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. આ પ્રાંતમાં ખડકો, વૃક્ષો અને કાટમાળથી ભરેલા કાદવમાં અનેક લોકો દટાઈ ગયા હોવાની આશંકા છે, એમ અધિકારીઓ શનિવારે જણાવ્યું હતું.

ગુરુવારે રાતથી શુક્રવારની વહેલી સવાર સુધીમાં મગુઈંડાનાઓ પ્રાંતના ત્રણ શહેરોમાં ઓછામાં ઓછા 42 લોકો પૂરના તણાઈ ગયા હતા અને ડૂબી ગયા હતા અથવા કાટમાળથી ભરેલા કાદવમાં ફસાયા હતા.

સરકારની ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીએ જણાવ્યું હતું કે, વાવાઝોડા નાલ્ગાને પગલે દેશના અન્ય વિસ્તારોમાં આઠ લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ વાવાઝોડું શનિવારે વહેલી સવારે પૂર્વી પ્રાંત કેમરિન્સ સુરમાં ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની સૌથી વધુ ખરાબ અસર ભૂસ્ખલથી થઈ હતી. ભૂસ્ખલથી આદિવાસી ગામ કુસિઓંગમાં અનેક ઘરો દટાઈ ગયા હતા. આ ઘરોમાં ઓછામાં ઓછા 60 લોકો હતા. ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલથી બચી ગયેલા લોકોએ વિનાશની માહિતી આપી હતી.

LEAVE A REPLY

ten + fourteen =