પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

2012માં મહારાણીની ડાયમંડ જ્યુબિલી ઉત્સવના કવરેજ વખતે કરેલા ગોટાળાઓની 4,500 ફરિયાદો મળ્યા પછી આ અઠવાડિયે યોજાનારા મહારાણીના પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવના કવરેજમાં ગરબડ ન કરવાની બીબીસીએ પ્રતિજ્ઞા લીધી છે. BBCની 2012ની ‘ડમ્બિંગ ડાઉન’ ઉજવણી માટે વ્યાપક ટીકા થઈ હતી.

બીબીસીના ચીફ કન્ટેન્ટ ઓફિસર શાર્લોટ મૂરે કહ્યું છે કે ‘’અમે 2012ની ભૂલોને ટાળવા આતુર છીએ અને ધ્યાન રાખીશું કે પ્રસ્તુતકર્તાઓને યોગ્ય રીતે માહિતી આપવામાં આવે. આવતા અઠવાડિયે જે લોજિસ્ટિક્સ અને આયોજન કરવામાં આવ્યું છે તે એકદમ અસાધારણ છે.’’

પ્લેટિનમ જ્યુબિલીના કવરેજમાં ગુરૂવારથી રવિવાર સુધી હ્યુ એડવર્ડ્સ, ક્લાઇવ માયરી અને ક્લેર બાલ્ડિંગ સહિતના બીબીસી સ્ટાર્સ કાર્યક3મો પ્રસ્તુત કરશે. 12 વર્ષ સુધી બીબીસી રેડિયો 4નો ડેઝર્ટ આઇલેન્ડ ડિસ્ક કાર્યક્રમ રજૂ કરનાર કિર્સ્ટી યંગ મુખ્ય એન્કર હશે.

તે વખતે રાણીના રાજ્યાભિષેકની તારીખ 1953ને બદલે 1952 અને ડ્યુક ઓફ એડિનબરાની વય 90ને બદલે 92 વર્ષ, યુદ્ધ જહાજ HMS બેલફાસ્ટના વજન હોવા સહિત ઘણી ભૂલો હોવાનું જણાવાયું હતું. મેટ બેકરે રાણીને ‘હર રોયલ હાઇનેસ, ક્વીન એલિઝાબેથ II’ તરીકે વર્ણવ્યા હતા.