વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગર નજીકના હરિપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રૂ. 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. GSECL દ્વારા હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર આ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 105 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. સાથે જ 84 મેટ્રીક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો પણ થશે.

LEAVE A REPLY

18 + 2 =