પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે સોમવાર, 15 નવેમ્બરે સારી માળખાગત સુવિધાવાળી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી મૃતદેહોના પોસ્ટમોર્ટમની મંજૂરી છે. જોકે હત્યા, આત્મહત્યા, દુષ્કર્મ, ક્ષતવિક્ષત શબ અને શંકાસ્પદ કેસોને કિસ્સામાં રાત્રે પોસ્ટમોર્ટમ કરી શકાશે નહીં.

આ મંજૂરી આપવા પાછળ એક મોટો ઉદ્દેશ્ય અંગદાનને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે જણાવ્યું કે, જે હોસ્પિટલોની પાસે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે, તે હવે સૂર્યાસ્ત બાદ પણ પોસ્ટમોર્ટમ કરી શકશે તેવો મંત્રાલયે નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે.

નવા પ્રોટોકોલમાં કહેવામાં આવ્યું છે કે અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના આધાર પર કરવું જોઈએ અને સૂર્યાસ્ત બાદ પણ તે હોસ્પિટલોમાં કરવું જોઈએ, જેની પાસે નિયમિત આધાર પર આ પ્રકારના પોસ્ટમોર્ટમ કરવા માટે પાયાની સુવિધા છે. પોતાના આ નિર્ણયમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોઈપણ શંકાને દૂર કરવા અને કાયદાકીય પ્રક્રિયા માટે રાત્રે થનારા તમામ પોસ્ટમોર્ટમ માટે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે.