Power of 'Pathan' in Bollywood: Box office collection crosses 100 million dollars
REUTERS/Niharika Kulkarni

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાણ’ ફિલ્મને વિરોધની વચ્ચે અકલ્પનીય સફળતા મળી છે. છેલ્લે ૨૦૧૮ના વર્ષમાં ‘ઝીરો’ ફિલ્મના ધબડકા પછી શાહરુખે લાંબા સમયનો બ્રેક લીધો હતો. પાંચ વર્ષ બાદ રિલીઝ થયેલી શાહરૂખની ‘પઠાણ’એ રિલીઝના પહેલા દિવસથી જ ડંકો વગાડ્યો છે. રિલીઝના બીજા વીકમાં આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 104 મિલિયન ડોલરનો આંક પાર કર્યો છે.

આ આંકડામાં ચીન માર્કેટનો સમાવેશ થતો નથી. ચીન સિવાયના બોક્સઓફિસ કલેક્શનને ધ્યાને લેતાં 100 મિલિયન ડોલરનું કલેક્શન મેળવનારી પ્રથમ ફિલ્મ તરીકે ‘પઠાણ’ને સ્થાન મળ્યું છે. પઠાણને રિલીઝના ૧૩ દિવસમાં જ 104 મિલિયન ડોલર જેટલું વર્લ્ડ વાઈડ કલેક્શન મળ્યું છે. ચીનમાં રિલીઝ સિવાય આ રેકોર્ડ બનાવનારી પઠાણ પ્રથમ ફિલ્મ બની છે. પઠાણને ભારતભરના કલેક્શનમાં રૂ. 526 કરોડથી વધુની આવક થઈ છે, જે હિન્દી ફિલ્મો માટે રેકોર્ડ સમાન છે.

આમિર ખાનની દંગલ, સલમાનની બજરંગી ભાઈજાન ચીનમાં પણ રિલીઝ થઈ હતી. ચીનમાં આ બંને ફિલ્મોને મળેલા રિસ્પોન્સના કારણે 100 મિલિયન ડોલરનું કલેક્શન થયું હતું. જોકે, પઠાણ કરતાં આગળ અને પ્રથમ નંબરે રાજામૌલિની બાહુબલિ 2 છે. બાહુબલિ 2ને રૂ. 510 કરોડનું લાઈફ ટાઈમ નેટ કલેક્શન મળ્યું છે. બાહુબલિને તેલુગુમાં તૈયાર કરાઈ હતી અને બાદમાં હિન્દી ડબિંગમાં રિલીઝ થઈ હતી. હિન્દી બોક્સઓફિસની વાત કરીએ તો, પઠાણ કરતાં આગળ હવે માત્ર બાહુબલિ 2 જ છે અને આવનારા દિવસોમાં બાહુબલિને પણ પઠાણ પાછળ રાખે તેવી શક્યતા છે. પઠાણની સફળતાથી ઉત્સાહમાં આવીને પ્રોડ્યુસર યશરાજ ફિલ્મ્સે ટાઈગર, પઠાણ અને કબીર જેવા કેરેક્ટર્સ સાથે સ્પાય યુનિવર્સ બનાવવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

4 × two =