Home Secretary, Priti Patel
Home Secretary, Priti Patel (Photo by Christopher Furlong/Getty Images)

કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા બ્રિટનના નવા વડાપ્રધાનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અપેક્ષા મુજબ નવા નેતાની ચૂંટણી બાદ કેબિનેટમાં મોટા ફેરફારો થશે. નવીનતમ અહેવાલ સૂચવે છે કે જો લિઝ ટ્રસ વડા પ્રધાન બનશે તો હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને કેબિનેટમાંથી દૂર કરાશે અને વર્તમાન એટર્ની જનરલ સુએલા બ્રેવરમેનને હોમ સેક્રેટરી બનાવવામાં આવશે.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ પ્રીતિ પટેલ હાલમાં ટ્રસની સરકારની યોજનાઓમાં સામેલ નથી. નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબ, હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલે, એન્વાયર્નમેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટાઇસ, હાઉસ ઓફ કોમન્સના નેતા માર્ક સ્પેન્સર, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ, ઋષિ સુનક અને માઈકલ ગોવ સહિત ટોરી પાર્ટીના સૌથી વરિષ્ઠ વ્યક્તિઓમાંથી અન્ય નવને પણ કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે. તેમને સ્થાને ટ્રસના વફાદાર સમર્થકો અને કેમી બેડેનોચ સહિત ઉભરતા સ્ટાર્સનો સમાવેશ કરાશે. ભૂતપૂર્વ બ્રેક્ઝિટ વાટાઘાટકાર લોર્ડ ફ્રોસ્ટ પણ ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર તરીકે સરકારમાં પાછા આવી શકે છે.

ટ્રસ નંબર 10માં માર્ક ફુલબ્રુકને ચીફ ઓફ સ્ટાફ બનાવશે. પ્રીતિ પટેલ કોઈપણ ઉમેદવારને ટેકો જાહેર કરવાનો ઇનકાર કરીને તટસ્થ રહ્યા હતા જે નિર્ણય બેકફાયર થયો હતો. પટેલ હોમ સેક્રેટરી સિવાય અન્ય કોઈ ભૂમિકા સ્વીકારનાર નથી. પટેલ અને ટ્રસ 2010માં સંસદમાં એકસાથે પ્રવેશ્યા હતા અને ટ્રસના રાજકીય સાથી રહ્યા છે. તેમણે પોતાનો સ્ટાફ ટ્રસને ઝુંબેશ માટે આપ્યો છે, અને તેણીએ ખાનગી રીતે સમર્થન પણ આપ્યું છે.

LEAVE A REPLY

17 + eighteen =