ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 11 મે ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સ્લોવાક રિપબ્લિક, રિપબ્લિક ઓફ સુદાન અને નેપાળના રાજદૂતોના ઓળખપત્રો સ્વીકાર્યા હતા. રાજદ્વારીઓ કે જેમણે પોતપોતાના ઓળખપત્રો રજૂ કર્યા છે તેમાં રોબર્ટ મેક્સિઅન, સ્લોવાક રિપબ્લિકના રાજદૂત, અબ્દુલ્લા ઓમર બશીર અલહુસૈન, સુદાન પ્રજાસત્તાકના રાજદૂત અને ડો. શંકર પ્રસાદ શર્મા, નેપાળના રાજદૂતનો સમાવેશ થાય છે.
ઓળખપત્ર સ્વીકાર્યા બાદ રાષ્ટ્રપતિએ ત્રણેય રાજદ્વારીઓ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. તેમણે રાજદ્વારીઓને તેમની નિમણૂક માટે અભિનંદન આપ્યા અને તેમના દેશો સાથે ભારતના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો અને તેમાંથી દરેક સાથે ભારતના બહુપક્ષીય સંબંધો પર ભાર મૂક્યો હતો.