ભારતે 1 ડિસેમ્બરથી જી20નું નેતૃત્ત્વ સંભાળ્યું કર્યુ છે. જી20 વિશ્વના જીડીપીના 85 ટકા અને વિશ્વની વસ્તીનો બે તૃતિયાંશ હિસ્સો છે. હવે તે અંગે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જી-20ના નેતૃત્ત્વ દરમમિયાન પોતાના મિત્ર અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરવા આતુરતા દર્શાવી છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાનું મજબૂત ભાગીદાર છે અને હું ભારતની જી-20 અધ્યક્ષતા દરમિયાન અમારા મિત્ર વડા પ્રધાન મોદીને સમર્થન કરવા આતુર છું. અમે સાથે મળીને ગ્લોબલ વોર્મિંગ, ઊર્જા અને ખાદ્ય સંકટ જેવા સંયુકત પડકારોનો સામનો કરવા સતત સર્વસમાવેશી વિકાસને આગળ વધારીશું.
બાઇડને પીએમ મોદીએ કરેલાં ટ્વીટને રિટવીટ કરીને પોતાની આ વાત જણાવી હતી. અગાઉ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે, જેમ કે ભારતે જી-20ની અધ્યક્ષતાનો આરંભ કર્યો છે, તેના પર કેટલાંક વિચારો જણાવ્યા છે કે આપણે આવનારા વર્ષમાં એક સમાવેશી, મહત્વકાંક્ષી અને વૈશ્વિક ભલાઇ માટે નક્કર મુદ્દા આધારિત કામ કરવા ઇચ્છીએ છીએ.

LEAVE A REPLY

20 − six =