Prime Minister Modi hailed the contribution of the bitter Patidar community in Kutch

કચ્છ કડવા પાટીદાર સમાજની શતાબ્દી નિમિત્તે તાજેતરમાં કચ્છના નખત્રાણામાં યોજાયેલા સનાતન શતાબ્દી સમારોહને એક વીડિયો સંદેશ દ્વારા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કડવા પાટીદાર સમાજના પૂર્વજોએ વિદેશી આક્રમણ દ્વારા કચ્છની વંશીય ઓળખને ક્યારેય નષ્ટ થવા દીધી નથી.

કચ્છની પ્રગતિમાં કડવા પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા તેમણે કહ્યું કે, કચ્છ આજે દેશના સૌથી ઝડપી વિકસી રહેલા જિલ્લાઓમાંનો એક છે. જે જિલ્લો ભૂતકાળમાં પાણીની અછત, પશુ મૃત્યુ અને કૃષિ માટે પછાત ગણાતો હતો આજે કૃષિ ઉત્પાદનોના નિકાસકાર તરીકે ઓળખ ધરાવે છે. હાર્ડવેર, ટિમ્બર, પ્લાયવૂડ ઉદ્યોગોમાં કડવા પાટીદાર સમાજે કરેલી પ્રગતિની પણ તેમણે પ્રશંસા કરી હતી.

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ શ્રમના મૂલ્યો પર ભાર મૂક્યો અને ઊર્જા અને સંસાધનોનો વેડફાટ ન કરવા હાકલ કરી હતી. તેમણે આપણાં સાંસ્કૃતિક મૂલ્યો આગળની પેઢીને સુપ્રત કરવાની આપણી સૌની જવાબદારી હોવાનું જણાવ્યું.

વડાપ્રધાને સનાતની શતાબ્દી મહોત્સવના અવસરે તેમની શુભેચ્છાઓ પાઠવી અને ઉલ્લેખ કર્યો કે આ પહેલીવાર છે જ્યારે તેમને જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની હાજરીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી.
કડવા પાટીદાર સમાજની સમાજ સેવાના 100 વર્ષ, યુવા પાંખનું 50મું વર્ષ અને મહિલા પાંખનું 25મું વર્ષ હોવાના સુખદ સંયોગની નોંધ લીધી હતી અને ટકોર કરી હતી કે જ્યારે સમાજના યુવાનો અને મહિલાઓ તેમના ખભા પર જવાબદારી લે તો સફળતા અને સમૃદ્ધિ નિશ્ચિત છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની યુવા અને મહિલા પાંખની સ્પષ્ટ વફાદારીની નોંધ લેતા, વડાપ્રધાને સનાતની શતાબ્દી મહોત્સવના પરિવારના એક ભાગ તરીકે તેમનો સમાવેશ કરવા બદલ કડવા પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. “સનાતન એ માત્ર એક શબ્દ નથી, તે સદા-નવો, સતત બદલાતો રહે છે. તે ભૂતકાળથી પોતાને વધુ સારી બનાવવાની સહજ ઇચ્છા ધરાવે છે અને તેથી તે શાશ્વત, અમર છે.”

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ અને નારાયણ રામજી લીંબાણી પાસેથી પ્રેરણા લઈને આગળ વધી રહેલા લોકો સાથેના અંગત જોડાણો પર પ્રકાશ ફેંકતા વડાપ્રધાને કહ્યું કે, “કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રામાં પ્રતિબિંબિત થાય છે.” તેઓ સમાજના કાર્યો અને ઝુંબેશ વિશે પોતાને અપડેટ રાખે છે અને કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કામ અંગે સમાજની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

twenty − twelve =