ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ગુરુવારે 1 ડિસેમ્બરે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ત્રણ કલાકનો 30 કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો. (ANI Photo)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ગુરુવારે 1 ડિસેમ્બરે મતદાન થઈ રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ત્રણ કલાકનો 30 કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો. આ મેગારોડ શોમાં હજારો લોકો જોડાયા હતા અને સમગ્ર અમદાવાદ મોદીમય બન્યું હતું અને વડાપ્રધાનને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપે આ રોડ શોને અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો ગણાવ્યો હતો.

રોડ શોમાં વડાપ્રધાન મોદી અમદાવાદની આશરે 16 વિધાનસભા બેઠકોને આવી લીધી હતી. આ બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

આ મેગા રોડ શોની શરુઆત નરોડા ગામથી થઈ હતી અને તે રાત્રે આશરે 9.45 વાગ્યે ચાંદખેડામાં પૂરો થયો હતો. આ રોડ શોને ભાજપ દ્વારા પુષ્પાંજલિ રૂટ નામ આપ્યું હતું. આ રોડ શોમાં મોદીએ અમદાવાદની ઠક્કરબાપાનગર, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, મણિનગર, દાણીલીંબડા, જમાલપુર ખાડિયા, એલિસબ્રિજ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુર, સાબરમતી સહિતના મતવિસ્તારોને આવરી લીધી હતી.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાવો કર્યો હતો કે આ મેગા શો નરોડા ગામથી શરૂ કરીને ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાં સમાપ્ત થઈને 50 કિમીથી વધુનું અંતર કવર કર્યું હતું.. મોદી રસ્તામાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિત અગ્રણી હસ્તીઓના સ્મારકો પર તેમને પુષ્પાંજલિ આપવા માટે રોકાયા હતા.

રોડ-શો પછી શુક્રવાર અને શનિવારે મોદી કુલ 7 ચૂંટણીસભા પણ કરવાના છે. આ પછી 5 ડિસેમ્બરે તેઓ રાણીપ વિસ્તારમાં મતદાન કરવા માટે પહોંચશે. બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના પ્રમુખ નેતાઓએ રોડ શો કર્યા હતા. એક ટ્રક પર સવાર થઈને ગૃહપ્રધાન અમિત શાહે મોહન સિનેમા વિસ્તારથી અમદાવાદના કલાપીનગરમાં રોડ શો કર્યો હતો. આ વિસ્તાર અસારવા બેઠકમાં આવે છે. જેપી નડ્ડાએ નડિયાદમાં હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરાઈવાડી વિસ્તારમાં પ્રચાર કર્યો હતો.

LEAVE A REPLY

four × 3 =