પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંઘ (ફાઇલ તસવીર) (Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

કોરોના વાયરસની બીજી લહેર પગલે પંજાબ સરકારે સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધીનો નાઇટ કરફ્યૂ લગાવવાની બુધવારે જાહેરાત કરી હતી. આ નાઇટ કરફ્યૂ રાજ્યના તમામ જિલ્લામાં લાગુ થશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ લાગુ રહેશે.

રાજ્ય સરકારે રાજકીય કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. આ સાથે જ કોઇ પણ આઉટડોર કાર્યક્રમમાં 100 લોકો અને ઇનડોર કાર્યક્રમ માટે માત્ર 50 લોકોની મર્યાદા નક્કી કરાઈ છે.

અગાઉ રાત્રિ કરફ્યૂ રાજ્યના 12 જિલ્લામાં લાગુ કરાયો હતો અને તે 10 એપ્રિલ સુધી હતો. હવે આખા રાજ્યમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘના વડપણ હેઠળ યોજાયેલી કોરોના સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.