Interesting stories after the death of Queen Elizabeth

મહારાણી એલિઝાબેથના અવસાન પછીના અંતિમ કલાકોની કેટલીક અંદરની રોચક વાતો બહાર આવી છે. જેમાં અવસાનની જાહેરાત બાદ ઝીણવટપૂર્વક તૈયાર કરાયેલી  મહેલની યોજનાઓની વાતો જાહેર થઇ છે.

રાણી જ્યાં અવસાન પામ્યા હતા તે બાલમોરલ કાસલને રાણી બકિંગહામ પેલેસ અને વિન્ડસર કાસલ જેટલો જ પ્રેમ કરતાં હતાં. 8 સપ્ટેમ્બરે રાણીનું નિધન થયું તેના બે દિવસ પહેલા તેમણે પોતાના 15મા અને અંતિમ બ્રિટિશ વડા પ્રધાન, લિઝ ટ્રસની નિમણૂક કરી હતી. પરંતુ તેના બીજા દિવસની સાંજે 6 વાગ્યા પછી જાહેરાત કરાઇ હતી કે ડોકટરોની સલાહ પર રાણીની વર્ચ્યુઅલ પ્રાઇવી કાઉન્સિલની મીટિંગ મુલતવી રહી હતી.

મહારાણીનું મૃત્યુ એક મુખ્ય બંધારણીય બાબત હોવાથી રાણીના પ્રાઇવેટ સેક્રેટરી સર એડવર્ડ યંગે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેવા આપતા કેબિનેટ સેક્રેટરી સિમોન કેસને જાણ કરી હતી કે તેઓ ટ્રસને સંદેશ આપે કે રાણીની સ્થિતિ ઝડપથી બગડવાની સ્પષ્ટ શક્યતા છે. તેના બીજે દિવસે રાણીનું હેલિકોપ્ટર વિન્ડસર કેસલથી પ્રિન્સ ઓફ વેલ્સને લેવા આયરશાયરના ડમફ્રી હાઉસ ગયું હતું. ચાર્લ્સે રસ્તામાં જ પત્ની ડચેસ ઓફ કોર્નવોલને સાથે લીધા હતા અને સવારે 10.30 વાગ્યા પહેલા બાલમોરલ પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સેસ રોયલ પહેલેથી મોજુદ હતા.

નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ અશુભ સમાચાર ગમે તે પળે આવે તેમ માનતુ હતું. ટ્રસ 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે બધા કપડાં લઇને આવ્યા ન હોવાથી તેમણે તુરંત જ પોતાના કાળા કપડાં શોધવા માટે પોતાના સહાયકોને તેના ગ્રીનીચના ઘરે મોકલવા પડ્યા હતા. તો બીજી તરફ પેલેસે તેની આયોજિત “કાસ્કેડ” સિસ્ટમ દ્વારા સરકારમાં મુખ્ય લોકોને જાણ કરવાનું શરૂ કર્યું હતું અને કહેવાતી લંડન બ્રિજ યોજનાઓ પર તાત્કાલિક બ્રીફિંગ શરૂ થયા હતા.

તે દિવસે હાઉસ ઓફ કોમન્સમાં પોતાની સ્પાચ પૂરી કરી લીઝ ટ્રસ સર કીર સ્ટાર્મરને સાંભળી રહ્યા હતાં. ડચી ઓફ લેન્કેસ્ટર – નવા ચાન્સેલર, નદીમ ઝહાવીએ ચેમ્બરમાં જઇને ટ્રસને એક નોંધ આપી હતી અને સાંસદોએ તરત જ અટકળો કરવાનું શરૂ કર્યું હતું. તેવી જ નોંધ લેબરના ડેપ્યુટી લીડર, એન્જેલા રેનરને પણ મળી હતી. જેમાં કહવાયું હતું કે “રાણીની તબિયત ખરાબ છે, અને શ્રી કેરને સ્પીચ પૂરી કરી ટૂંક સમયમાં ચૂપચાપ ચેમ્બર છોડવાની જરૂર છે.”

બીજી તરફ બપોરે 12.32 વાગ્યે બકિંગહામ પેલેસમાંથી એક નિવેદનમાં જણાવાયું હતું કે “રાણીના ડોકટરો મહારાણીના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે અને તેમને તબીબી દેખરેખ હેઠળ રહેવાની ભલામણ કરી છે. રાણી આરામદાયક અને બાલમોરલમાં રહે છે.’’

બ્લેક ટાઈમાં સજ્જ બીબીસીના હ્યુ એડવર્ડ્સે સામાન્ય લોકો સમક્ષ આ સમાચાર જાહેર કર્યા હતા. બકિંગહામ પેલેસે બપોરે 12.50 વાગ્યે જાહેરાત કરી હતી કે વિલિયમ, એન્ડ્રુ, એડવર્ડ અને સોફી સ્કોટલેન્ડ જઈ રહ્યા છે, ત્યારે પરિસ્થિતિની ગંભીરતા બહાર આવી હતી. લગભગ બપોરે 2 વાગ્યે, એક અલગ નિવેદનમાં, હેરી અને મેગને જાહેરાત કરી હતી કે તેઓ પણ સ્કોટલેન્ડ જશે. જો કે કેટ કેમ્બ્રિજના નવા વિન્ડસરના ઘરે રહ્યા હતા.

આખરે રાણીના મૃત્યુની ઘડી આવી પહોંચી હતી. બીબીસીએ રાણી એલિઝાબેથ II નું બપોરે 3.10 વાગ્યે થયું હોવાની જાહેરાત કરી હતી. બાલમોરલ સ્ટાફ માટે GP ક્લિનિક્સ ધરાવતા અને રાણીના સ્કોટલેન્ડના સત્તાવાર એપોથેકરી ડૉ. ડગ્લાસ ગ્લાસ દ્વારા જણાવાયું હતું કે ‘’રાણીના સ્વાસ્થ્ય માટે ઘણા મહિનાઓથી ચિંતા હતી: તે અપેક્ષિત હતું અને અમે શું થવાનું છે તે વિશે ખૂબ જ વાકેફ હતા.”

વિલિયમ અને અન્ય રાજવીઓ તેમના મૃત્યુની 40 મિનિટ પછી બપોરે 3.50 વાગ્યે એબરડીન એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ સાંજે 5.06 વાગ્યે બાલમોરલ પહોંચ્યા હતા. તો હેરી સાંજે 6.45 વાગ્યે એબરડીન એરપોર્ટ પર ઉતર્યા હતા. નવા રાજાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પરિવારના દરેક સભ્યને જાણ કર્યા પછી જ જનતાને જાણ કરવામાં આવી હતી.”

LEAVE A REPLY

2 + 1 =