પારસી સમુદાયના ઝોરોસ્ટ્રિયન સેન્ટરના પ્રમુખ માલ્કમ ડેબુ અને અન્ય અગ્રણીઓ ગયા શુક્રવાર 18મી સપ્ટેમ્બરે બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સને મળ્યા હતા અને મહારાણીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શાહી પરિવારને દિલસોજી પાઠવી હતી.

શ્રી દેબુએ અગાઉ અને કિંગ ચાર્લ્સ સમક્ષ શાહી પરિવાર દ્વારા યુનાઇટેડ કિંગડમમાં તમામ ધર્મોની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને ધર્મોની રક્ષા કરવા બદલ સરાહના કરી હતી.

મહારાણી ક્વીન એલિઝાબેથે તા. 15મી ફેબ્રુઆરી 2012ના રોજ તેણીની ડાયમંડ જ્યુબિલી દરમિયાન લેમ્બેથ પેલેસની મુલાકાત લીધી હતી તે વખતે તેમણે પારસી સમુદાયના ઝોરોસ્ટ્રિયન સેન્ટરના પ્રમુખ  માલ્કમ ડેબુ અને અન્ય અગ્રણીઓને મળીને પારસી સમુદાયની ક્ષેમકુશળતા પૂછી હતી.

LEAVE A REPLY