America's fight against racial discrimination reaches Canada

વિશ્વના કેટલાક દેશોમાં ભારતીયો સામેની વંશીય દુર્વ્યવહારની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં અમેરિકામાં આવી ઘટના બન્યા પછી હવે યુરોપના પોલેન્ડમાં પણ ભારતીય મૂળના વ્યક્તિને વંશીય ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં એક ભારતીયને પેરાસાઈટ કહીને ધુતકારવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક અમેરિકન વ્યક્તિએ કહે છે કે, તમે તમારા દેશમાં પરત કેમ જતા નથી . તમે પોલેન્ડમાં કેમ રહો છો? ત્યારે ભારતીય યુવકે કહ્યું કે તમે મારો વીડિયો કેમ ઉતારો છો, તો તેના પ્રતિભાવમાં અમેરિકને જણાવ્યું હતું કે, હું અમેરિકાથી આવ્યો છું અને તમે અમેરિકામાં મોટી સંખ્યામાં વસો છો. દરેક જગ્યાએ ભારતીયો છો. તમે તમારા પોતાના દેશમાં પરત જાવ. અમે એવું નથી ઇચ્છતા કે તમે લોકો અહીં યુરોપમાં રહો. ભારતીયો વિરુદ્ધ વારંવાર આવી ઘટનાથી સમુદાયના લોકોમાં ચિંતા વ્યાપી છે.

LEAVE A REPLY

twenty − eighteen =