બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ (ફાઇલ ફોટો ) (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

રકુલપ્રીત સિંહે દક્ષિણ ભારતનીની ફિલ્મોમાં સફળ થયા પછી હવે બોલીવૂડમાં પણ ધીરેધીરે પોતાનો સિક્કો જમાવ્યો છે. તે અહિ એક પછી એક મોટી ફિલ્મો મોટા સ્ટાર સાથે કરી રહી છે. પોતાની અભિનય ક્ષમતા અને દરેક પ્રકારના રોલમાં ફિટ થઇ જવાની આવડતને કારણે તે બોલીવૂડમાં લોકપ્રિય થઇ છે.

રકુલપ્રિત હવે આયુષ્યમાન ખુરાના સાથેની ફિલ્મ ‘ડોકટરજી’માં જોવા મળશે. અનુભૂતિ કશ્યપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ માટે લાંબા સમયથી મુખ્ય અભિનેત્રીની તપાસ ચાલતી હતી. હવે રકુલપ્રીતને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં રકુલપ્રીતનું નામ પણ ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું અને તેને કોરોના પણ થયો હતો. હવે સ્વસ્થ થઇને શૂટિંગમાં વ્યસ્ત બની છે. આ ઉપરાંત તે અજય દેવગણ અને સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની એક ફિલ્મમાં પણ તે જોવા મળશે. હવે આયુષ્યમાન સાથે તે મુખ્ય ભૂમિકા ભજવશે. રકુલ અને આયુષ્યમાન પ્રથમવાર સાથે કામ કરશે. તે ફિલ્મમાં ડોકટર ફાતિમાની ભૂમિકા ભજવશે.