Rishi Sunak mourning the demise of Ram Bapa
પૂ. રામબાપા

કુંભમેળામાં સાધુ-સંતોને જમાડવા માટે વર્ષોથી ભંડારો કરતા પ.પૂ.  રામબાપા આ વર્ષે હરિદ્વાર ખાતે યોજાઇ રહેલા કુંભ મેળામાં સાધુ સંતોને જમાડવા માટે 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે. પૂ. બાપાને તેમના જીજ્ઞાસુ સત્સંગ મંડળે હોસ્પિટલમાં પણ ટીફીન સેવા કરી ઘણી મદદ કરી છે.

હરિદ્વારમાં છેલ્લા 50 વર્ષથી બાપાનો આશ્રમ શ્રી મારૂતિ રામબાબા સિદ્ધ કુટિર ચાલી રહ્યો છે. ત્યાં સદાને માટે મહાત્માઓ સમૂહમાં રહે છે. ત્યાં રહેવા માટે કોઇ પાસે પૈસા માંગવામાં આવતા નથી અને પૂ. રામબાપા તેમજ ભક્તો દ્વારા મોકલવામાં આવતા ફંડની સેવાથી રોજના સો-બસો સંતો-મહાત્માઓ જમે છે. પૂ. રામબાપાના દુબઇ અને યુકે સ્થિત પૂ. રામબાપાના ટ્રસ્ટ જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા 10 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા અને ભક્તોએ કુંભ મેળો હજી એક મહિનો ચાલશે ત્યાં સુધી જરૂર પ્રમાણે પૈસા મોકલવાની ખાતરી આપી છે. જેથી સાધુ-સંતો ભંડારાનો લાભ લઇ શકે.
પૂ. રામબાપા દિન-રાત તકલીફમાં હોય તેવા લોકોને જમાડવાનું કામ નિષ્કામ ભાવથી કરી રહ્યા છે. તાજેતરમાં પૂ. રામબાપાએ તેમના સો-દોઢસો ભક્તોના ઘરે ભારતથી મંગાવેલા ખાખરા, બદામ, કાજુ અને કેસરનો પ્રસાદ પાર્સલો બનાવીને પહોંચાડ્યો હતો. આજ રીતે પૂ. બાપા મંડળના સેવકોને કેરીનો પ્રસાદ મોકલનાર છે.

આનંદ સાથે વિશેષ વાત એ છે કે પૂ. રામબાપાની ઉંમર 100 વર્ષની થઇ છે અને તેમનું આરોગ્ય ખૂબ જ સારૂ છે. પૂ. બાપાને કોવિડ-19ની બન્ને વેક્સીન મળી ગઇ છે. સંપર્ક: 020 8459 5758.