NASA's 'Moon to Mars' program will be headed by an Indian American engineer
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડો. હેમિલ પી લાઠિયા
જ્યોતિષાચાર્ય

શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશીમા લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ મકર રાશી માંથી તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ કુંભ રાશીમા પ્રવેશ કરશે જે તા.૨૯/૦૩/૨૦૨૫ સુધી ભ્રમણ કરશે,

કર્ક અને વૃશ્ચિક રાશી ને નાની પનોતી અઢી વર્ષ ની રહશે અને મકર રાશી ને સાડાસાતી નો છેલ્લો તબ્બકો, કુંભ રાશી ને સાડાસાતી નો બીજો તબ્બકો અને મીન રાશી ને સાડાસાતી નો પ્રથમ તબક્કો જે અઢી વર્ષ તબક્કે મુજબ રહશે,
જે હાલ મિથુન અને તુલા રાશી ને ચાલતી અઢી વર્ષ ની નાની પનોતી પૂરી થશે જયારે ધન રાશી ને ચાલતી સાડાસાતી પૂરી થશે,

શનિ નું ભ્રમણ પાયા ના આધારે પણ ફલાદેશ મા ગણતરીમા લેવાતું હોય છે જે મુજબ કુંભ રાશીના ભ્રમણ મુજબ મિથુન, વૃશ્ચિક, મકર રાશી ને સોના નો પાયો, વૃષભ, કન્યા, કુંભ રાશી ને તાંબા નો પાયો, કર્ક, તુલા, મીન રાશી ને ચાંદીનો પાયો, મેષ, સિંહ, ધન રાશી ને લોઢા નો પાયો ગણતરી મા આવશે, કુંડળીમા ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે,

શની ની પનોતી મા કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધા મા એક યુવતી ને શનિ ની પનોતી મા જ સ્પર્ધા મા વિજય મળેલો, ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ શનિ ની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિ ની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરી મા પ્રમોશન, સારી ફેર બદલી, કામ મા પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે, માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપને શનિ ને કર્મ અને ન્યાય ના કારક ગણીએ છે જે રાજા ને રંક અને રંક ને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.

કુંભ રાશીમા શનિ ના ભ્રમણ દરમિયાન બાર રાશી પર એક સામાન્ય ફળકથન :

મેષ : ઉતાવળ અને ગુસ્સાની પ્રકૃતિ કરાવે માટે ધીરજ રાખવી

વૃષભ : મહેનત મુજબ ફળ મળશે માટે આયોજન પૂર્વક કામકાજ કરવું.

મિથુન : કામકાજ મા પ્રગતિ કરાવે, ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખવો.

કર્ક : ઉતાવળ પ્રકૃતિ વધુ રહે, ધીરજ અને શાંતિ રાખવી,

સિંહ : નાની નાની વાત મા વ્યસ્ત રખાવે, ઉશ્કેરાટ ના રાખવો,

કન્યા : અટકેલા કાર્ય આગળ વધે, ઉત્સાહ રહે,

તુલા : સંબંધ સુધારવાની તક મળે, નવી દિશા દેખાય

વૃશ્ચિક : ગણતરી પૂર્વક આયોજન અને ધીરજ રાખી કાર્ય કરવું,

ધન : નવા સંબંધ બને, નવું કાર્ય થાય,

મકર : કામકાજ મા ચોકસાઈ રાખવી, શાંતિ જાળવવી

કુંભ : વિવાદ ટાળવો, ધીરજ, ચોકસાઈ રાખવી,

મીન : ઉતાવળ ન કરવી, વ્યવહારુ અભિગમ રાખવો.

દરરોજ શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય

 

LEAVE A REPLY

2 × five =