Tata Group will halve the number of listed companies
(ANI Photo)

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી બનાવાયા છે, એમ સરકારે બુધવાર સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. 

2020ના કોરોના કેર વખતે પીએમ કેર્સ ફંડની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે. 

અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન અપાયું છે. જેમાં ભૂતપૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. 

મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સિતારમન પણ હાજર રહ્યા હતા. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નવા ટ્રસ્ટીઓ અને નવા સલાહકારોના યોગદાનના કારણે આ ટ્રસ્ટની કાર્યપ્રણાલીને બહોળો દ્રષ્ટિકોણ મળશે. ટ્રસ્ટીઓનો જાહેર જીવનમાં વ્યાપક અનુભવ આ કેર ફંડને વધારે જવાબદાર બનાવશે. 

પીએમ કેર્સ ફંડમાં જમા થયેલી રકમ 2020-21માં રૂ.10,000 કરોડ પર પહોંચી હતી અને તેમાંથી રૂ.1,392 કરોડની કોરોના વેક્સીન ખરીદવામાં આવી હતી તેમજ લોકકલ્યાણ માટે બીજા રૂ. 1,000 કરોડની ફાળવણી કરાઈ હતી. 

LEAVE A REPLY

18 + nine =