. (PTI Photo)

અમદાવાદમાં 12 જુલાઇ, અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ગઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રાની તૈયારીની રવિવારે સમીક્ષા કરી હતી અને ભગવાન જગન્નાથજીની સંધ્યા-આરતીમાં ઉપરસ્થિત રહ્યાં હતા.

 

(PTI Photo)

રવિવારે ભગવાન જગન્નાજીને સોનાવેષનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કોરોના નિયમોના પાલન સાથે રથયાત્રા સવારે 7 વાગ્યે નીકળશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. શનિવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામની નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘કાલી રોટી, સફેદ દાલ’ નો પારંપરિક ભંડારો પણ યોજાયો હતો.

નેત્રોત્સવ અને ત્યારબાદ ધ્વજારોહણમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા. ગૃહ રાજ્યપ્રધાને જગન્નાથજીની પારંપરિક પૂજા વિધિમાં સહભાગી થયા બાદ ભગવાનની આરતી કરી હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ મંદિરમાં યોજાયેલા ભંડારાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જ્હા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ આ પૂજા વિધિમાં જોડાયા હતા.

ભંડારામાં ૧ હજારથી વધુ સાધુ-સંતોએ માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ લીધો હતો. સામાન્ય રીતે ભંડારામાં દેશભરમાં ૩૫ હજારથી વધુ સાધુ-સંતો જોડાતા હોય છે. કાલી રોટી સફેદ દાલના ભંડારા માટે આજે ૫૫૦ લીટર દૂધનો દૂધપાક બનાવાયો હતો. ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ જોડાતા હોય છે. પરંતુ આ વખતે કોવિડ ગાઇડલાઇન્સને પગલે સાધુ-સંતો રથયાત્રામાં જોડાઇ શકશે નહીં.

. (PTI Photo)