અમૃતસરમાં દશેરા ઉત્સવની પૂર્વસંધ્યા રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. (PTI Photo)

સત્ય પર સત્યના વિજયનું પર્વ ‘વિજયાદશમી’ની શુક્રવારે, 15 ઓક્ટોબરે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી ચાલુ થઈ હતી. વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન, રાવણ દહન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. લોકો દ્વારા નવા વાહનની પણ ખરીદી પણ ચાલુ કરવામાં આવી હતી.

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં રાવણનું ૩૦ ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે અને સાંજે રાવણદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હરે કૃષ્ણ મંદિર-ભાડજ ખાતે સાંજે સ્વર્ણ રથોત્સવ જ્યારે રાત્રિના ૩૦ ફૂટના રાવણ-કુભકર્ણ-મેઘનાથના વિશાળ પૂતળાનું ફટાકડા સાથે દહન કરાશે. આ ઉપરાંત અમદાવાદમાં અન્યત્ર પણ રાવણ દહનના આયોજન કરવામાં આવ્યા છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં અમુક દિવસ વણજોયા મુહૂર્ત કહેવામાં આવે છે. જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે. વિદ્યાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકોએ દશેરાએ શુભ કાર્યની શરૃઆત કરવી જોઇએ અથવા તા કાર્ય કરવાનો સંકલ્પ કરવો જોઇએ. નવી ગાડી-મકાન-જમીન-દુકાન-સ્ટોર જે કંઇ પણ વસ્તુ ખરીદ કરવી હોય તો તેનું ટોકન કે તેની રકમ ચૂકવવી જોઇએ અથવા તેનું મુહૂર્ત કરવું જોઇએ. જેનાથી અચૂક શુભ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.