Biden left the press conference midway through questions about the banking crisis
(Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના વહીવટીતંત્રમાં ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીના પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રેસિડેન્ટ જો બાઇડેને તેમની સરકારમાં અત્યાર સુધીમાં ૧૩૦થી વધુ ઇન્ડિયન-અમેરિકન્સની મહત્વના હોદ્દા પર નિમણૂક કરી છે. આ અત્યાર સુધીમાં આ એક પ્રકારનો રેકોર્ડ જ છે વ્હાઇટહાઉસમાં ભારતીયોના પ્રતિનિધિત્વની આ સૌથી મોટી સંખ્યા છે. આ ઉપરાંત ૪૦થી વધારે ભારતીય-અમેરિકન વિવિધ રાજ્ય અને સંઘીય સ્તરે ચૂંટાયા હતા. તેમા ચાર ઇન્ડિયન અમેરિકન તો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં છે.

અમેરિકાની કુલ વસ્તીમાં ભારતીય સમાજનો હિસ્સો લગભગ એક ટકા છે. બાઇડેને આ સાથે ૨૦૨૦ની ચૂંટણીમાં કરેલું વચન પાળવા સાથે ટ્રમ્પ અને ઓબામા દ્વારા કરાયેલી ઇન્ડિયન-અમેરિકન્સની નિમણૂકનો રેકોર્ડ પણ તોડ્યો છે.
ટ્રમ્પે ૮૦ અને ઓબામાએ ૬૦ ભારતીય-અમેરિકન્સની મહત્વના હોદ્દા પર નિમણૂક કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિવિધ સ્ટેટ અને ફેડરલ સ્તરે ૪૦થી વધુ ભારતીય-અમેરિકન્સ ચૂંટાયા છે. જેમાં ચારને તો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્થાન મળ્યું છે. ઉપરાંત, ૨૦ ઇન્ડિયન-અમેરિકન્સ અમેરિકાની દિગ્ગજ કંપનીઓના વડા છે. અમેરિકન પ્રેસડેન્ટ દ્વારા ઇન્ડિયન-અમેરિકનની પહેલી નિમણૂક રોનાલ્ડ રેગનના સમયમાં થઈ હતી. આ વખતે બાઇડેને તેની સરકારના લગભગ તમાન વિભાગો અને એજન્સીઓમાં ઇન્ડિયન-અમેરિકન્સને મહત્વનું સ્થાન આપ્યું છે.

સિલિકોન વેલીમાં સક્રિય ઉદ્યોગ સાહસિક અને વેન્ચર કેપિટલિસ્ટ એમ આર રંગાસ્વામીએ જણાવ્યું હતું કે, “ભારતીય-અમેરિકન્સમાં સેવાનો ભાવ છે અને આ બાબત ખાનગી ક્ષેત્રને બદલે સરકારી હોદ્દા પર કામ કરવાના તેમના ઉત્સાહમાં દેખાય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બાઇડેન સરકારે અત્યાર સુધીમાં (ભારતીય-અમેરિકન્સની) સૌથી વધુ નિમણૂક કરી છે. અમને આપણા લોકો માટે ગૌરવ છે અને અમેરિકા માટેની તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.” રંગાસ્વામી ‘ઇન્ડિયાસ્પોરા’ના સ્થાપક અને વડા છે. આ મૂળ ભારતીય નેતાઓ માટેનું અમેરિકા સ્થિત વૈશ્વિક સંગઠન છે.

પ્રેસિડન્ટ બાઇડેન સેનેટર હતા ત્યારથી તેમણે ઇન્ડિયન કમ્યુનિટી સાથે ઘનિષ્ઠ સંબંધ જાળવ્યો છે. ૨૦૨૦માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મૂળ ભારતીય કમલા હેરિસની પસંદગી સાથે તેમણે ઇતિહાસ રચ્યો હતો. બાઇડેનના સ્પીચ રાઇટર વિનય રેડ્ડી છે. જ્યારે કોવિડ-૧૯ અંગે તેમના મુખ્ય સલાહકાર આશિષ રેડ્ડી છે. ક્લાઇમેટ પોલિસી અંગેના સલાહકાર સોનિયા અગરવાલ, ફોજદારી ન્યાય અંગેના સ્પેશિયલ આસિસ્ટન્ટ ચિરાગ બેઇન્સ, વૈયક્તિક મેનેજમેન્ટ ઓફિસના વડા કિરણ આહુજા છે. જ્યારે નીરા ટંડન બાઇડેનના સિનિયર સલાહકાર છે. યુવા વેદાંત પટેલ હવે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના ડેપ્યુટી પ્રવક્તા છે. જ્યારે ગરીમા વર્મા ઓફિસ ઓફ ફર્સ્ટ લેડીમાં ડિજિટલ ડિરેક્ટર છે. બાઇડેને એમ્બેસેડરના હોદ્દા પર પણ ઘણા ભારતીય-અમેરિકન્સની નિમણૂક કરી છે.યુએસ સેનેટમાં ડો. અમી બેરા, રો ખન્ના, રાજ ક્રિષ્ણામૂર્તિ અને પ્રમિલા જયપાલ ચૂંટાઈ આવ્યા છે. આ સિવાય ચાર ભારતીય મેયર પણ છે.

ગૂગલના સુંદર પિચાઈ અને માઇક્રોસોફ્ટના સત્ય નંદેલાની સહિત આશરે બે ડઝન ઇન્ડિયન અમેરિક અમેરિકાની દિગ્ગજ કંપનીઓની ધૂરા સંભાળી રહ્યાં છે. તેમાં એડોબના શાંતનુ નારાયણ, જનરલ એટોમિક્સના વિવેક લાલ, ડિલોઇટના પુનિત રેન્જેન અને ફેડએક્સના રાજ સુબ્રમણ્યમનો સમાવેશ થાય છે.