Boris Johnson criticizes Prime Minister Rishi Sunak's Brexit deal

વડા પ્રધાન બોરિસ જૉન્સન વિશ્વાસનો મત જીતવામાં સફળ થયા પછી તેમની સામે જીવન નિર્વાહના ભારણ અને વધતી જતી મોંઘવારીના ખર્ચાઓને સરળ બનાવવા માટે કર ઘટાડવાની માંગ વધી રહી છે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું છે કે ‘’સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને હું જ્યાં શક્ય હોય ત્યાં કાપ જોવા માંગુ છું.” બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

ચાન્સેલર ઋષિ સુનકે ગયા મહિને ઓઇલ જાયન્ટ્સ પર કામચલાઉ વિન્ડફોલ ટેક્સની મદદથી ગ્રાહકો માટે મલ્ટિ-બિલિયન પાઉન્ડ સપોર્ટ પેકેજનું અનાવરણ કર્યું હતું. સુનકે સ્વીકાર્યું છે કે ફુગાવો બ્રિટિશરો માટે “તીવ્ર તકલીફ” પેદા કરી રહ્યો છે અને દેશભરમાં ઘરગથ્થુ બજેટને તબાહ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે “હું જાણું છું કે તેઓ ચિંતિત છે, હું જાણું છું કે લોકો સંઘર્ષ કરી રહ્યા છે.”

સરકારી સ્ત્રોતને ટાંકીને બીબીસીએ સૂચવ્યું છે કે વડા પ્રધાન “લાંબા ગાળામાં” લેવી ઘટાડવા માગે છે.   ટ્રેડ બોડી કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (સીબીઆઈ) પણ સરકારને વિનંતી કરી રહી છે કે તેઓ જીવનનિર્વાહના ખર્ચથી પ્રભાવિત લોકોને મદદ કરે.

CBI પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ લંડનમાં તાજેતરના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “મને ચિંતા છે કે આ સમયે 70 વર્ષમાં સૌથી વધુ ટેક્સ બોજ અમારી રીકવરી અને વિકાસને અટકાવશે. બિઝનેસીસ તેમના કર્મચારીઓ અને ગ્રાહકો પરનું દબાણ ઓછું કરવા માટે તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી તેઓ ખર્ચ અને પુટ-અપ કિંમતોમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી કંપનીઓ પતનનો સામનો કરી રહી છે.”