Jio 5G Network
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ટોચના 1,000 શહેરોમાં 5G કવરેજનું આયોજન પૂર્ણ કરી લીધું છે અને દેશમાં જ વિકસાવવામાં આવેલા 5G ટેલીકોમ સાધનોની ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે, તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે.

અહેવાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) જણાવ્યું હતું કે જિયોએ તેની 100 ટકા સ્વદેશી ટેક્નોલોજી સાથે 5G લોન્ચ કરવા માટે તૈયાર થવામાં વર્ષ 2021-22 દરમિયાન વિશાળ સ્તરનાં પગલાં લીધાં હતાં. તાજેતરમાં પૂર્ણ થયેલી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં કંપનીએ સૌથી મોટી બોલી લગાવી હતી. પહેલી ઓગસ્ટ (સોમવારે)ના રોજ પૂર્ણ થયેલી ટેલીકોમ સ્પેક્ટ્રમની ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયાની વિક્રમી બીડ મળી હતી, જેમાં વેચાયેલી તમામ એરવેવ્સમાંથી મુકેશ અંબાણીની જિયોએ લગભગ અડધી એરવેવ્ઝ મેળવી હતી.