ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવાર (6 જૂન)એ જાહેર થયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની સફળતાની ઉજવણી કરી હતી. (PTI Photo)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવાર (6 જૂન)એ જાહેર થયું હતું. ધોરણ 10ની પરીક્ષાનું 65.18% પરિણામ રહ્યું હતું. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષામાં આશરે 7.72 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાંથી આશરે 5 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 4 જૂને જાહેર થયું હતું. આ વર્ષે પરીક્ષા આપનારા કુલ 86.91 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. આ પહેલા બોર્ડ તરફથી  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું.