યુકેના વડા પ્રધાનપદની હરીફાઈમાં ઋષિ સુનકને ટેકો આપનારા વરિષ્ઠ કેબિનેટ મિનિસ્ટર સર રોબર્ટ બકલેન્ડે ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને ટેકો જાહેર કર્યો છે. ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’માં લખતાં, જણાવ્યું હતું કે તેઓ હવે માને છે કે ટ્રસ “દેશને આગળ લઈ જવા માટે યોગ્ય વ્યક્તિ” છે.

દરમિયાન, સુનકના હાઇ-પ્રોફાઇલ સમર્થક અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ટ્રસની યોજનાઓ દેશ માટે વિશ્વસનીય નથી અને ટ્રસ વિવિધ મુદ્દાઓ પર “ઝિગઝેગ” કરે છે. જ્યારે સુનક સતત રહ્યા છે. આપણને એવા વડા પ્રધાનની જરૂર છે જે આગળના પડકારો વિશે ખૂબ સ્પષ્ટ હોય. સુનકે કેબિનેટમાંથી રાજીનામું આપીને યોગ્ય પગલું ભર્યું હતું. ટ્રસે પણ ‘ફિઝ ફોર લિઝ’ (સાંસદો સાથે રાત્રિભોજન)ના નામે મહિનાઓ સુધી ઘણું ગ્રાઉન્ડવર્ક કર્યું હતું. સુનક પીએમ પ્રત્યે કટ્ટર વફાદાર હતા.”