5 killed, 18 injured in Colorado gay nightclub shooting
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સેન્ટ્રલ રશિયામાં સોમવારે એક બંદુકધારીએ સ્કૂલમાં કરેલા આડેધડ ગોળીબારમાં 11 બાળકો સહિત 15 લોકોના મોત થયા હતા, એમ સત્તાવાળાએ જણાવ્યું હતું. બંદુકધારીએ પોતાને પણ ગોળી મારીને આપઘાત કર્યો હતો.

જાહેરમાં ગોળી ચલાવનાર વ્યક્તિએ ૨૪ લોકોને ઇજા પણ પહોંચાડી હતી અને આખરે પોતાને ગોળી મારી મોતને ભેટ્યો હતો. સત્તાવાળાના જણાવ્યા અનુસાર ઇઝહેવ્સ્કની સ્કૂલ નં.૮૮માં ગોળીબારની ઘટના બની હતી. રશિયાની તમામ સમિતિએ બંદૂકધારીને ઓળખી કાઢ્યો હતો. ૩૪ વર્ષનો આર્તિયોમ કઝાન્ત્સેવ આ સ્કૂલનો સ્નાતક હતો. તેણે ‘નાઝી સિમ્બોલ્સ’ સાથેનું કાળું ટી-શર્ટ પહેર્યું હતું. તપાસ સમિતિના જણાવ્યા અનુસાર ઘટનામાં ૧૧ બાળકો સહિત ૧૫ લોકો માર્યા ગયા હતા. ૨૪ને ઇજા થઈ હતી અને તેમાં ૨૨ બાળકો સામેલ હતા. ઉતમુર્તિયાના ગવર્નર એલેક્ઝાંડર બ્રેચાલોવે જણાવ્યું હતું કે, બંદૂકધારી એક માનસિક આરોગ્ય કેન્દ્રમાં રજિસ્ટર્ડ હતો.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગોળીબારને ‘આતંકી કાર્યવાહી’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, રશિયન પ્રેસિડેન્ટ પતિને સંબંધિત સત્તાવાળાને તમામ જરૂરી આદેશ આપ્યા છે. જે શાળામાં હુમલો થયો હતો ત્યાં એકથી અગિયારમાં ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે. ગવર્નરના જણાવ્યા અનુસાર વિસ્તારને ખાલી કરી દેવાયો છે. રશિયાના નેશનલ ગાર્ડે જણાવ્યું હતું કે, કઝાન્ત્સેવે બે હેન્ડગનનો ઉપયોગ કરી ગોળીઓ ચલાવી હતી. આ બંદૂકો રજિસ્ટર્ડ ન હતી. ઘટનામાં એકથી વધુ હત્યા અને ગેરકાયદે હથિયાર રાખવાના આરોપ હેઠળ ફોજદારી તપાસ શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

15 − three =