If my guests are good, I am a good host: Jaishankar
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે શુક્રવારે ભારતમાં ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિદેશ મંત્રીઓની બેઠક પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું સ્વાગત કર્યું. હતું. (ANI Photo)

ગોવામાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વિદેશ પ્રધાનોની બેઠક પછી પત્રકાર પરિષદમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીને “આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર, ન્યાયી ઠેરવનારા અને પ્રવક્તા” ગણાવ્યાં હતાં.

જયશંકરે જણાવ્યું હતું કે, ત્રાસવાદના પીડિતો ત્રાસવાદની ચર્ચા કરવા માટે ત્રાસવાદીના પ્રોત્સાહકો સાથે બેસતા નથી. ભુટ્ટો ઝરદારી SCO સભ્ય દેશના વિદેશ પ્રધાન તરીકે આવ્યાં હતાં. તે બહુપક્ષીય મુત્સદ્દીગીરીનો એક ભાગ છે અને અમે તેનાથી વિશેષ કંઈ જોતા નથી. ઝરદારી સાથે પણ એક વિદેશ પ્રધાન જેવો જ વ્યવહારુ કરાયો હતો.

બંને વિદેશ પ્રધાનોએ SCO બેઠકમાં દ્વિપક્ષીય બેઠક યોજી ન હતી. પાકિસ્તાનની આર્થિક કટોકટી પર કટાક્ષ કરતાં જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ પર, પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના ફોરેક્સ રિઝર્વ કરતાં પણ વધુ ઝડપથી ઘટી રહી છે

LEAVE A REPLY

19 + ten =