સાબરમતી રિવરફ્રન્ટ ( (istockphoto.com)

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરા ચાલુ કરવાની યોજના બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ ઓથોરિટીએ આ માટે અક્ષર ટ્રાવેલ્સ નામની એજન્સીને તેનો ઓર્ડર આપ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે જણાવાયુ હતું કે, રિવરફ્રન્ટની બન્ને બાજુએ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ કમ રિવરક્રુઝ ચલાવવા માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ બહાર પાડવામાં આવી હતી. જેના માટે રસ ધરાવતી એજન્સીઓ પાસેથી બીડ પ્રાપ્ત થઇ હતી. આ તમામ બીડની ચકાસણી બાદ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સને વર્કઓર્ડર જારી કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ શરૂ થયો ત્યારથી આજદિન સુધી તે પૂરો થયો નથી, રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે ૨૦૧૯માં એમઓયુ કરાયા હતા, ત્યારબાદ સને ૨૦૨૧માં પણ બીડ મંગાવવામાં આવી હતી, તે સમયે તો ટિકિટબારી પણ ક્યાં રાખવી તે નક્કી કરી દેવાયુ હતુ. પછી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેકટ ક્યારે ડૂબી ગયો તે જાણવા મળતુ નહોતુ.