પ્રશ્નઃ સદગુરુ, હું સાધના કરું છું અને મજબૂરીઓથી હું ખુશ નથી.
સદગુુરુઃ તમારે પોતાની મજબૂરીઓ વિષે ખુશ રહેતા શીખવું જોઇએ. જો તમે તેનાથી ખુશ નહીં રહો તો તમારી સમક્ષ બે સમસ્યા ઉદભવશે. મજબૂરી અને નારાજગી- નાખુશી. તમારી સમક્ષ એક સમસ્યા હોય ત્યારે બીજી સમસ્યા ઉભી કરવાની જરૂર નથી. એક સમસ્યા હોય તો તેને હલ કરવાનું સહેલું થઇ પડે.

નાખુશી એ આનંદનો અભાવ કે નારાજગી જ છે. આનંદ અને પ્રેમથી તમારા મગજ અને લાગણીઓને ખુશખુશાલ રાખવાનું આ જ કારણે અમે કહેતા આવ્યા છીએ. મગજ અને લાગણી ખુશખુશાલ હોય ત્યારે તમારામાં અનુકુલન અથવા જે તે પરિસ્થિતિ સાથે એકસૂર થવાનું શક્ય હોવાથી આપણે પોતાની જાત સાથે ઘણું બધું કરી શકીએ છીએ. મગજ અને લાગણીઓ ખુશ ના હોય ત્યારે તમે જક્કી – જીદ્દી – જડ થઈ જતા હો છો અને તે સમયે તમારી સાથે કાંઇ જ થઇ શકે નહીં. તમે ખુશ – આનંદિત – પ્રફુલ્લિત અવસ્થામાં હો તો તમે કોઇ પણ બિબામાં ઢળાઇને અલગ અલગ આકારના બનવા માટે તૈયાર છો. જો તમે નાખુશ હશો તો તમને કોઈ સ્પર્શ કરે તે પણ તમને ગમશે નહીં.
તમારી જે કાંઇ પણ મજબૂરી હોય તેનાથી પણ મોટી સમસ્યા તો નારાજગી છે. એ ઘણી મોટી સમસ્યા છે કારણ કે તે સ્થિતિમાં તમને કોઈ સ્પર્શ કરે તે પણ તમને ગમતું નથી કે તમને મદદ કરીને કોઇ બિબામાં ઢાળી પણ શકાતા નથી. તમારી સમક્ષ તમારી પોતાની જ મજબૂરી (આમ તો કરવું જ પડે, આવું તો ના જ કરાય…) હોય છે ત્યારે તમારે તેને આનંદપૂર્વક જ મૂલવવી રહી.

તમે એમ કરી શકશો તો તમારી સાથે કામ પાર પાડવું અને તમને મદદ કરવાનું સહેલું થતા તમારી સાથે તમારી પસંદગી, નાપસંદગીથી પર ઘણું બધું કરી શકાશે. તમારી પસંદગી નાપસંદગી એ જ મૂળભૂત મજબૂરી છે. તમને આ બધાથી અલગ કરીને મદદ કરવાની હશે તો તમે ખુશખુશાલ, આનંદિત અવસ્થામાં હોવ એ જરૂરી છે. તમે આનંદિત અવસ્થામાં નહીં હો તો કોઈ તમારી પાસે તમને અણગમશું કઈં પણ કરાવી શકશે નહીં અને તમે પોતાને ગમતું જ કરશો.

લોકો જેટલા નારાજ હશે તેટલા જ તેઓ આગ્રહી થશે. હું આમ જ કરીશ, હું તો આવો જ છું. તેની સામે આનંદિત લોકો ગમે ત્યારે નાચી શકે છે કે રડી પણ શકે છે. આવા લોકો કૂદકા પણ મારી શકે કે પછી ધીમી ચાલે લપાતા છૂપાતા આગળ પણ વધી શકે. ગમે ત્યારે ગમે તે કરવાની હદે અનુકુલન અત્યંત મહત્ત્વનું છે. તમે તમારા મગજ કે લાગણીથી ખુશખુશાલ નહીં હોવ તો અનુકુલન શક્ય નથી. આ જ કારણે આનંદિત ને પ્રેમાળ રહેવું મહત્ત્વનું હોય છે કારણ કે તમારી સમક્ષ મજબૂરીની ઘણી બધી સ્થિતિઓ હોય છે.

કર્મ બટાટાની બોરી જેવું છે. તમે પોતાની મજબૂરીઓને ઢગલા કે થેલામાં જેટલું ઊંડું ધકેલશો તેટલું જ વધારે તે બટાટાની માફક ફણગાઈને ફૂટતું જ રહેશે. સાધના એ કર્મરૂપી બટાટાને બહાર કાઢી ફરી ઉગે નહીં (ફણગારૂપે) તે હદે સુકવવાનું કામ કરે છે. જો તમે તમારી જાતને સઘન સાધનામાં પરોવશો તો તમે અનુભવશો કે તમારી ઘણી બઘી મજબૂરીઓ દૂર થઇ ગઈ હશે. આમ છતાં ઘણા બધા બટાટા હજુ બહાર કાઢવાના બાકી છે. આ પ્રક્રિયા રોજિંદી છે જેને સૂકવવામાં ના આવે તો ફણગા તો ફૂટતા જ રહેશે.

આ જ બટાટું લાખોમાં ઉછરે તો તે અતિશયોક્તિભર્યું બટાટું બની રહેશે. ચાલો આપણે વાત કરીએ કે તમે પીડા, ભય કે દમનકારી અનુભવ પાંચ મિનિટ અનુભવો છો. આ પાંચ મિનિટમાં પેલો કર્મરૂપી બટાટો વધતો જ રહીને તમારા જીવનનો વહીવટ કરતો થઇ જશે. તમે તેને દાટી દીધો હોવા છતાં તે વધતો જ રહ્યો અને તેના જેવા લાખો બટાટાને અસ્તિત્વમાં લાવી દીધા હશે. જો તમે આ કર્મરૂપી બટાટાને સૂકવી દેશો તો તમને સારો અનુભવ થશે.
તમને ખરાબ અનુભવ થયો હશે તો પણ તે સારો અનુભવ જ બની રહેશે કારણ કે ખરાબ પળોમાં કેવી રીતે જીવવાનું તે તમે શીખી ગયા છો અને તે જ સ્થિતિ અમૂલ્ય છે. કોઇ મૂર્ખ જ આ વાસ્તવિકતા ભૂલશે. તમે હોંશિયાર અને ચપળ હશો તો તમારે તમારા પ્રત્યેક ખરાબ અનુભવને પણ ગુસ્સા કે અસંતોષ વિના યાદ રાખવો રહ્યો, આમ થશે તો તમે પેલી વિષમ સ્થિતિમાં ક્યારે મૂકાશો નહીં.

આપણે કર્મરૂપી બટાટાનો ભોગ નથી લેવો, આપણે તો તેને બહાર ખેંચી એવી રીતે સૂકવવાનો કે તેમાં (બટાટામાં) ફણગા ફૂટે નહીં. આપણે કર્મરૂપી બટાટાને સંઘરવાના અને સાચવવાના પણ છે. એમ નહીં કરીએ આપણે એકની એક ભૂલ વારંવાર કરીએ તેવા મૂર્ખ બની રહીશું. સતત ફણગારૂપે ફૂટતા રહેતા કર્મરૂપી બટાટા પણ તમારા જિંદગી ઝેર બનાવી શકે છે. કર્મ કે અનુભવની સ્મૃતિ જ તમામને ડાહ્યા બનાવે છે પરંતુ તે જ વસ્તુ તમારી જિંદગી ઝેરસમી નર્કાગાર બનાવી શકે. આમ કર્મ એ સમસ્યા નથી પરંતુ તમે કેવી રીતે કર્મ કરો છો તે સમસ્યા છે.

– Isha Foundation