પ્રશ્ન – વિશ્વમાં માનવ જાગૃતિના સંદર્ભમાં સૌ પ્રથમ સર્વજ્ઞાની દિવ્સદૃષ્ટા કોણ હતું?
સદગુરુ – યોગિક પરંપરા પ્રમાણે શિવને માત્ર ભગવાન તરીકે જ નહીં આદિયોગી, પ્રથમ યોગી, આદિગુરુ અથવા પ્રથમ ગુરુ તરીકે જોવામાં આવે છે. શિવે તેમનું યોગિક વિજ્ઞાન તેમના સાત શિષ્યોને આપ્યું હતું. હિમાલયમાં કેદારનાથથી થોડાક કિલોમીટર ઉપર સપ્તઋષિને યોગવિજ્ઞાન પ્રદાન કર્યું તે પ્રથમ યોગ કાર્યક્રમ હતો. કેટલાક લોકો 60,000 વર્ષ તો કેટલાક 30થી 35 હજાર વર્ષ પૂર્વે આમ બન્યાનું જણાવે છે. પરંતુ ઓછામાં ઓછા 15,000 વર્ષ પૂર્વે આમ થયાની અમને ખાતરી છે.

આદિયોગી પૂર્વે આવી જાગૃતિવાળું કોઇ નહોતું? મને ખાતરી છે કે, કોઇક તો આવી જાગૃતિવાળું હતું. જો કે, જાગૃતિ એ એક બાબત અને જાણકારી એ બીજી બાબત છે. કેવી રીતે જાણવું તે અંગેની આયોજીત પદ્ધતિ અને વળી બીજી બાબત છે.

આદિયોગીએ માત્ર પ્રાપ્ત કરેલી સિદ્ધિના કારણે તેઓ નોંધપાત્ર નથી પરંતુ તેમણે પોતાની જ પદ્ધતિથી કોઇકને સર્વશક્ય શક્યતાઓ હાંસલ કરાવી હોવાથી તેઓ નોંધપાત્ર છે. આદિયોગીઓ તમે જે અંતિમ કુદરતના બનેલા છો તેને વૈજ્ઞાનિક ઢબે પામવાનું, પહોંચવાનું શકય બનાવ્યું છે. આદિયોગીએ વિભિન્ન આયામો, વળાંકોને સ્પષ્ટપણે જાણી શોધીને નિર્માણ કર્યા હોવાથી તે સુયોજિત પ્રક્રિયા બની, જે આંતરિક કલ્યાણ માટેનું શાસ્ત્ર અથવા વિજ્ઞાન કહેવાય છે. આદિયોગીએ 112 મૂળભૂત માર્ગો આપ્યા હતા. તેમાંથી આજે ક્રમચયન, અંકપાશ અને સંયોજનો અસ્તિત્વમાં આવ્યા છે. તેમના પછી કોઇએ આવી ચોકસાઇ અને સ્પષ્ટતાથી આ વાત કરી નહીં હોવાથી આપણે તેમને (આદિયોગી) અલગ જ ભાવથી મૂલવીએ છીએ.

આદિયોગીના અસ્તિત્વ વખતની સ્થિતિ કેવી હતી? યોગિક પરંપરામાં આદિયોગી ધ્યાનમાં બેઠા હોય તે સિવાયની અવસ્થામાં તેઓ જે તે પ્રસંગોચિત પગલાં માટે તૈયાર હોય તેવી તેમની મુદ્રા હતી. તેઓ (આદિયોગી)ને શસ્ત્રધારી તરીકે વર્ણવાયા છે અને તે દ્વારા જે તે સમયના સમાજનું સ્વરૂપ વર્ણવાયું છે. જો તમે આદિયોગીના સમયકાળ ઉપર દૃષ્ટિપાત કરશો તો લોકો આદિવાસી વંશીય ઓળખ પ્રમાણે અલગ અલગ વિભાજીત હતા. વાસ્તવિક સ્થિતિ અંગે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. આપણે અનુમાન બાંધી શકીએ કે લોકોને ચોક્કસ સ્થિતિમાં રાખવામાં આવ્યા હોય તો તેઓ કેવી રીતે વર્તશે. તે સમયમાં અસ્તિત્વની ભાવના પ્રબળ હશે, તે પણ સ્વાભાવિક છે કે જ્યારે લોકો મર્યાદા ઓળંગે તો તેનાથી મૃત્યુને નોતરૂં મળે. શારીરિક હિંસા પણ હશે અને આદિયોગી દ્વારા સ્થિતિ પ્રમાણે પોતાની જાતને બંધબેસતી કરાઇ હશે. ધ્યાન અવસ્થામાં બિરાજમાન આદિયોગી લડવૈયા હતા.

અસ્તિત્વની પ્રબળ ભાવનાવાળી સંસ્કૃતિમાં ઝંખનાની ભાવના લોકોમાં આરોપિત થઇ હોવી જોઇએ. જ્યારે આદિયોગીએ પ્રથમ દેખા દીધી ત્યારે આપણે આજે જેમને સપ્તઋષિ કહીએ છે તે સાત સહિત ઘણા લોકો જીજ્ઞાસાવશ ભેગા થયા હતા. જો કોઇ પ્રકારની જાણકારીનો ઇતિહાસ ના હોત તો તેઓ ભેગા ના થયા હોત તેવું પણ બન્યું હોત. આ બધા માટે તમે જે જાણો છો તે અમે નથી જાણતા નથી તેવી ભાવના સાથે તેમાંના ઘણાએ કોઇને કોઇ ઝંખના વ્યક્ત કરી હશે.

કોઇની અંતિમ સાહજિકતા – કુદરત સુધી પહોંચવાની ઝંખના વિશ્વમાં ક્યાંય પણ વ્યક્ત નથી કરાઇ પરંતુ આ સંસ્કૃતિમાં તેમ હતું. હું માનું છું કે તે સમયનો સમાજ એવો સ્થિર સમાજ રહ્યો હશે કે જેમાં સમય જતાં લોકો પરિપક્વ બનીને અસ્તિત્વની સ્ફુરણા આપણને સંતોષતી નથી તે સમજ્યા હશે. આપણને ખબર નથી પરંતુ વાસ્તવિકતા સમય જતાં આદિયોગીને આસપાસ ભયથી નહીં પરંતુ તેઓ કાંઇ આપી શકશે તેવા ભાવથી ભેગા થયા હશે. કોઇક રીતે તેનો અર્થ એવો પણ થઇ શકે કે આદિયોગીમાં વધુ પ્રબળ શક્યતાઓને સ્થાન મળી રહેશે તેનાથી લોકો વાકેફ હતા.

– Isha Foundation