મેયર દ્વારા કોવિડ-19 મૃત્યુદરની અસમાનતાને પહોંચી વળવા વધુ પારદર્શિતા અને સંયુક્ત પ્રયત્નોની હાકલ

0
866

લંડનના મેયર સાદિક ખાને કોવિડ-19ની અસમાનતાને પહોંચી વળવા વધુ પારદર્શિતા અને સંયુક્ત પ્રયત્નો કરવા તેમજ શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના કેટલા લોકો રોગચાળામાં મરણ પામ્યા છે તેનો સાચો આંક જાણવા મૃત્યુના પ્રમાણપત્રો પર વંશીયતાની નોંધ કરવા હાકલ કરી છે. મેયરે ખુલ્લી અસમાનતાને પહોંચી વળવા શું કરી શકાય તેની ચર્ચા કરવા માટે સમગ્ર રાજધાનીના વિવિધ સમુદાયના નેતાઓને એકઠા થવા જણાવ્યુ છે. લંડનના વિવિધ સમુદાયો પર કોવિડ-19ની અસરની સમજને સુધારવા માટે સિટી હોલ ડેટા વિશ્લેષણ કરશે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિસ્કલ સ્ટડીઝના અંદાજ મુજબ બ્લેક કેરેબિયન, પાકિસ્તાની અને બ્લેક આફ્રિકન મૂળના લોકોમાં હોસ્પિટલના મૃત્યુનો દર સૌથી વધુ છે. સાદિક ખાને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની વસ્તી વિષયક માહિતી નિયમિતપણે એકત્રિત અને પ્રકાશિત કરવા માટે સફળતાપૂર્વક લોબિઇંગ કર્યુ છે અને વાયરસની અપ્રમાણસર અસર અંગેની સરકારની સમીક્ષાને આવકારી છે.

મેયરની આ ઝૂંબેશને પગલે એનએચએસ, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ, ટ્રેડ યુનિયન, બિઝનેસીસ અને સમુદાય જૂથોના વરિષ્ઠ પ્રતિનિધિઓ, ઓછી આવક અને ફ્રન્ટલાઈન ભૂમિકામાં વધુ રજૂઆત સહિતના સામાજિક-આર્થિક પરિબળો પર ચર્ચા કરશે. સિટી હૉલ આ અપ્રમાણસર અસરની સમજને સુધારવા, ચેપ અને મૃત્યુ પાછળના સામાજિક અને આર્થિક પરિબળો અને શિક્ષણ, રોજગાર અને કલ્યાણ સહિત અન્ય બાબતો પર તેના પ્રભાવની તપાસ માટે ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ પણ કરી રહ્યું છે.

લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે, “કોવિડ-19 ફાટી નીકળતાં શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકો અપ્રમાણસર અસર પામી રહ્યા છે અને આ અસમાનતાની સાચી હદ જાહેર કરવા અમને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આપણા સમુદાયો પર જે અસર થઇ રહી છે તેની સંપૂર્ણ અસર ઉજાગર કરવાની, તે શા માટે થઈ રહ્યું છે તેના વિશે પ્રામાણિક વાતચીત કરવાની અને આ સમસ્યાઓનો સામનો કરવા માટે સખત મહેનત કરવાની જરૂર છે. તેથી જ હું વધારે પારદર્શિતા લાવવાનું કહી રહ્યો છું અને અમે શું કરી શકીએ તે જોવા માટે શહેરના નેતાઓને એક સાથે લાવવું છું.’’

તેમણે જણાવ્યુ હતુ કે સરકાર “સરકાર આપણા સમાજમાં વ્યાપેલી માળખાકીય સમસ્યાઓની અવગણના કરી શકે નહિ, જેનો અર્થ એ છે કે લઘુમતી વંશીય લંડનવાસીઓ ઓછા વેતનવાળી નોકરીમાં કામ કરે છે, વધારે ભીડવાળા આવાસમાં રહે છે અને અંતર્ગત આરોગ્યની સ્થિતિથી પીડાય છે જેનાથી તેમના જીવ જોખમમાં મૂકે છે.”

રનીમેડ ટ્રસ્ટના નાયબ નિયામક ડો. ઝુબૈદા હકે જણાવ્યું હતું કે “અમને ખબર છે કે કોવિડ-19ના કારણે  હોસ્પિટલમાં થયેલા મૃત્યુમાં ખાસ વંશીય લઘુમતી જૂથોના લોકો વધુ છે, પરંતુ સમુદાયમાં અથવા કેર હોમમાં વંશીય લઘુમતી જૂથોના મૃત્યુ વિશે અમને ખબર નથી. અમે સંમત છીએ કે મૃત્યુના પ્રમાણપત્રો પર વંશીયતા નોંધવી મહત્વપૂર્ણ છે, કારણ કે તો જ આપણને વંશીય જૂથો વચ્ચે મૃત્યુ દરમાં કોઈ તફાવત છે કે નહિ તેની ખબર પડશે.”