London Mayor appeals to avoid car travel to avoid air pollution

લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે  સૌથી વધુ ગ્રીન ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સનું યજમાનપદ કરવા માટે લંડનની બિડિંગ પર વાટાઘાટો શરૂ કરવામાં આવી છે.

2036 અથવા 2040માં રાજધાની લંડનમાં ચોથી વખત ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ રમતોને પાછા લાવવા કેમ્પેઇન કરવાનું ગયા વર્ષે વચન આપનાર સાદિક ખાને આઇટીવી લંડનને જણાવ્યું હતું કે ‘’મારી ટીમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે ચર્ચા કરી રહી છે. બિડ લંડન 2012 માટે બાંધવામાં આવેલા મોટા ભાગના સમાન સ્થળોનો ઉપયોગ કરશે. અમને લંડનમાં સવલતો મળી છે જેથી ખર્ચ વધુ નહિં થાય અને અમે અત્યાર સુધીની સૌથી ગ્રીન ઓલિમ્પિક રમી શકીશું. અમે પ્રારંભિક યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ.”

આવી કોઈપણ બિડમાં સામેલ થવા માટે જેની જરૂર છે તે બ્રિટિશ ઓલિમ્પિક એસોસિએશને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે ખાનની ઓફિસ અને IOC વચ્ચેની કોઈપણ વાતચીતની કોઈ જાણકારી મળી નથી.