(ANI Photo)

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ટોપ 10 હીટલિસ્ટમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ટોચના સ્થાને હતો. આ કુખ્યાત ગેંગસ્ટરે કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની તપાસમાં કબૂલાત કરી હતી. 

લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે વર્ષ 1998માં સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતોજેને બિશ્નોઈ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને સમુદાયની લાગણી દુભાવવાનો બદલો  તે અભિનેતાને મારવા માંગે છે. બિશ્નોઈએ ગયા વર્ષે ડિસેમ્બરમાં NIA સમક્ષ કબૂલાત કરી હતી કે તેના આદેશને પર તેના સાગરિત સંપત નેહરાએ સલમાન ખાનના મુંબઈના નિવાસસ્થાનની રેકી કરી હતી. જોકે નેહરાની હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ધરપકડ કરી હતી. 

આ વર્ષે 11 એપ્રિલે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીનો વધુ એક ફોન આવ્યો હતોમુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ‘દબંગ‘ અભિનેતાને ધમકીભર્યો ઈમેલ મોકલવા બદલ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.  

બિશ્નોઈએ અધિકારીઓની પૂછપરછમાં -10 હિટલિસ્ટના નામોના પણ ખુલાસો કર્યો હતો. જેમાં બોલીવુડના અભિનેતા સલમાન ખાન સૌથી પહેલા નંબર છેજ્યારે સિદ્ધુ મૂસેવાલાનો મેનેજર બીજા નંબર હતા. મુંબઈ પોલીસ દ્વારા સલમાન ખાનને Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે 

LEAVE A REPLY

5 × one =