How Salman became an actor?
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

બોલિવૂડ સ્ટાર સલમાન ખાતે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સલમાન ટોકીઝ અંગેનો તેમનો પ્રોજેક્ટ હજુ પણ અમલમાં છે. 55 વર્ષનો સ્ટાર આ પ્રોજેક્ટ્સ અંગે નાના શહેરોમાં ટોકીઝ ખોલવા માગે છે. તે થિયેટર ચેન ખોલવા માગે છે અને તેનું નામ ‘સલમાન ટોકીઝ’ હશે.

જોકે મુંબઈ જેવા મેટ્રોપોલિટનમાં તે ટોકીઝ ખોલવા માગતો નથી. એક્ટર અને પ્રોડ્યૂસર એમ બંને રીતે કામ કર્યા બાદ સલમાન માટે આ નવું સાહસ છે. હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ’ દ્વારા બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર મોટી સ્ક્રીન પર ધમાલ મચાવવાનો આવી છે. આ ફિલ્મમાં તેની સાથે બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા પણ છે.