Sanjay Dutt's entry in Hera Pheri 3
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ હેરાફેરી 3ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે તેમાં સંજય દત્તની પણ એન્ટ્રી થઇ છે. થોડા દિવસો પહેલા સંજય દત્તે કન્ફર્મ કર્યું હતું કે તે ‘હેરા ફેરી 3’નો ભાગ છે. હવે સંજય દત્તે ફિલ્મમાં પોતાના રોલ વિશે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં તેનું પાત્ર કેવું હશે.

જ્યારે સંજય દત્તને પૂછવામાં આવ્યું કે શું તમે હેરા ફેરી 3માં અંધ ડોનની ભૂમિકા ભજવી રહ્યા છો? તો જવાબમાં તેણે ‘હા’ કહ્યું. તેણે કહ્યું કે એકવાર કલાકારોની તારીખો કન્ફર્મ થઈ જશે પછી ફિલ્મની ટીમ આ વર્ષે શૂટિંગ શરૂ કરશે. અગાઉ સંજય દત્તે ફિલ્મ હેરા ફેરી 3માં કામ કરવાના સમાચારની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું, “હા, હું ફિલ્મ કરી રહ્યો છું. આખી ટીમ સાથે શૂટિંગ રોમાંચક રહેશે. તે એક મહાન ફ્રેન્ચાઇઝી છે અને હું તેનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. ફિરોઝ અને મારો સંબંધ પણ ઘણો જૂનો છે. ખબર છે કે ફિરોઝ નડિયાદવાલા ફિલ્મ હેરા ફેરી 3 પ્રોડ્યુસ કરી રહ્યા છે. હેરા ફેરી 3નું દિગ્દર્શનન ફરહાદ સામજીએ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતની સાથે લોસ એન્જલસ, અબુ ધાબી અને દુબઈમાં પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘હેરા ફેરી 3’ સિવાય સંજય દત્ત લોકેશ નાગરાજની ફિલ્મ લિયોમાં જોવા મળશે, જેમાં વિજય તલપતિની મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્તે છેલ્લે શમશેરા ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં તેની સાથે રણબીર કપૂર હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ ગઈ હતી. આ સિવાય સંજય દત્ત પાસે ‘બાપ’, ‘ધ ગુડ મહારાજા’ જેવી ફિલ્મો પણ છે.

 

 

LEAVE A REPLY

16 + 5 =